આનંદો! આવતીકાલથી ગુજરાતભરમાં ખૂલશે સિનેમાગૃહો, થિયેટરો, મલ્ટિપ્લેક્સ, ડ્રાઈવ-ઇન, જાણો શું કાળજી રખાશે?

0
44

ગુજરાત સરકારે રાજ્યમાં આવેલા સિનેમાગૃહો, થિયેટરો, મલ્ટિપ્લેક્સીસ, ડ્રાઈવ-ઇન સિનેમા વગેરેને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા બાદ 15મી ઓક્ટોબરથી 50 ટકા સીટિંગ કેપેસિટીના વપરાશથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગે મંગળવારે પરિપત્ર જાહેર કર્યો છે. આ દિશામાં હવે આવતીકાલથી રાજ્યભરમાં સિનેમાઘરો ખૂલવા જઈ રહ્યા છે. પરંતુ દરેક થયેટરોમાં કોવિડ ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે. 50% કેપેસિટી સાથે આવતીકાલથી રાજ્યમાં સિનેમાઘરો શરૂ થશે. ઓનલાઈન ટિકીટ બુકિંગ કરી શકાશે. દરેક શૉ બાદ સેનિટાઈઝેશન કરવું પડશે.

વડોદરા સહિત દેશભરમાં 15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્ષ શરૂ થવા જઈ રહ્યા છે. તેના માટે સરકારની ગાઈડલાઈન મુજબ મલ્ટીપ્લેક્ષો શરૂ કરવા માટે થિયેટરોના માલિકો સજજ થઈ ગયા છે. કોરોના મહામારી ચાલતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સાથે 50 ટકા સીટ પર જ લોકોને બેસાડી શકાશે. પેપરલેસ વ્યુઅચલ ટીકીટો આપવી પડશે. દરેક શો બાદ એડીટોરીયમને સેનેટાઈઝીગ કરવું પડશે. સિનેમાઘર બંધ હોવાથી ઇન્ડસ્ટ્રીને દર મહીને 1500 કરોડનું નુકશાન થતું હતું.

જોકે આમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા થિયેટરો શરૂ નહીં કરી શકાય. કેન્દ્રીય માર્ગદર્શિકા- (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) આ પ્રમાણે રહેશે.

(1) થિયેટરો બહાર લાઈનમાં કોમન એરિયામાં તથા વેઇટિંગ એરિયામાં ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

(2) મોઢા ઉપર માસ્ક ફરજિયાત

(3) એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ખાતે તથા કોમન એેરિયામાં ટચ-ફ્રી- હેન્ડ સેનિટાઇઝર ગોઠવવા પડશે.

(4) થૂંકવા ઉપર સખત પ્રતિબંધ

(5) એન્ટ્રી પોઈન્ટ ઉપર થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત અને અસિમ્ટોમેટિકને જ પ્રવેશ.

(6) ઇન્ટરવલમાં આવવા-જવા માટે લાઈન બનાવવી.

(7) થિયેટરો/મલ્ટિપ્લેક્સીસ/સિનેમાગૃહોમાં બેઠક ક્ષમતાના ૫૦ ટકા પ્રેક્ષકો બેસાડવા.

(8) ઓડિટોરિયમમાં પૂરતું સ્પેશિયલ ફિઝિકલ ડિસ્ટન્સ રહે તે રીતે પ્રેક્ષકો બેસાડવા

(9) એન્ટ્રી અને એક્ઝિટ વખતે ભીડભાડ ના થાય તે રીતે પ્રેક્ષકોની લાઈન બનાવડાવવી.

(10) ઓડિટોરિયમમાં જે સીટ ઉપર પ્રેક્ષક બેસાડવાનો નથી તે સીટ ઉપર યોગ્ય માર્કિંગ દર્શાવવું.

(11) પાર્કિંગ લોટમાં ક્રાઉડ મેનેજમેન્ટ કરવું.

(12) લિફ્ટમાં ફિઝિકલ ડિસ્ટન્સ જળવાય તે માટે માણસોની સંખ્યા નિયંત્રિત કરવી.

(13) એક શો પૂરો થાય અને બીજો શો શરૂ થાય તે વચ્ચે યોગ્ય સમય રાખવો જેથી ભીડ ના થાય.

(14) મલ્ટિપ્લેક્સીસમાં થિયેટરોના શો શરૂ થવાનો, પૂરો થવાનો અને ઇન્ટરવલનો સમય એક સાથે ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

(15) ટિકિટનું બુકિંગ ઓનલાઈન થાય તથા નાસ્તા-પાણીના પેમેન્ટ પણ કેશલેસ મોડથી થાય તે હિતાવહ છે.

(16) કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ટિકિટના બુકિંગ વખતે પ્રેક્ષકનો ફોન નંબર લેવો.

(17) બોક્સ ઓફિસ ઉપર ટિકિટનું વેચાણ આખો દિવસ રાખવું તથા એડવાન્સ બુકિંગ પણ રાખવું જેથી ભીડભાડ ટાળી શકાય.

(18) બોક્સઓફિસ સામે યોગ્ય લાઈન જળવાય તે માટે માર્કિંગ કરવું.

(19) થિયેટરોમાં, હેન્ડલ રેલિંગ ઉપર વારેઘડીએ સેનિટાઇઝ કરવું.

(20) બોક્સઓફિસ તથા ખાણીપીણી જગ્યાઓ પણ વારેઘડીએ ચોખ્ખી કરવી.

(21) સેનિટાઇઝ કરનારા સ્ટાફને માસ્ક, હાથના મોજાં, બૂટ, પીપીઈ કિટ વગેરે આપવા.

(22) જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળે તો પ્રિમાઇસીસ જંતુરહિત કરવી.

(23) થિયેટરોમાં એસીનું કૂલિંગ ૨૪થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવું.

(24) પિક્ચર-નાટક ચાલતું હોય તે દરમિયાન ખાણીપીણીની ડિલિવરી પ્રેક્ષકની સીટ ઉપર ના કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here