આમિર ખાનની પુત્રી ઇરા ચાર વરસથી ડિપ્રેશન સામે જંગ લડી રહી છે

0
114

– સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કિલનિકલી ડિપ્રેસ્ડ હોવાનું જણાવ્યું

આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોશિયલ મીડિયા પર સક્રિય છે. તાજેતરમાં તે પોતે ટેટૂ શીખી રહી હોવાનું સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી છે તે છેલ્લા ચાર દિવસથી ડિપ્રેશન સામે જંગ લડી રહી છે. 

ઇરાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના ડિપ્રેશનની વાત કરી રહી છે. આ વીડિયોમાં ઇરાએ કહ્યું છે કે, હું છેલ્લા ચાર વરસથી કિલ્નિકલી ડિપ્રેસ્ડ છું. એક વરસથી હું માનસિક તકલીફને દૂર કરવાના પ્રયાસ કરવા માંગતી હતી. પરંતુ હું કોઇ નિર્ણય લઇ શકતી નથી. એવામાં મને વિચાર આવ્યો કે હું તમને લોકોને પણ મારી પીડામાં સામેલ કરું. 

વધુમા ંકહે છે કે, મને આશા છે કે, તમે લોકો મને વ્યવસ્થિત સમજી શકશો અને મારી મેન્ટલ હેલ્થ સુધરશે. મને તમારા લોકો સાથે પુષ્કળ વાતો કરવી છે.

ઇરાએ આ વીડિયો સાથે લખ્યું છે કે, ઘણા લોકો પોતાના મનની વાત કહેવા માંગતા હોય છે. ઘણું બધું કન્ફયુઝન અને સ્ટ્રેસ ભરેલું હોય છે. એક જ વખતમાં સઘળું કહેવું બહુ મુશ્કેલ છે. તેથી મેન્ટલ હેલ્થ વિશે કોઇ કઇ રીતે મદદ  કરી શકે તે માટે એક વાતચીત શરૂ કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here