આમિર ખાને પોતાની ફિલ્મના શૂટિંગ માટે મહિલાઓની કેબ સર્વિસ ભાડે રાખી

0
25

– ઘરેલુ અત્યાચારનો શિકાર બનેલી આ મહિલાઓ બિઝનેસ ચલાવી રહી છે

આમિર ખા હાલ પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ દિલ્હીમાં કરી રહ્યો છે. આ દરમિયાન તેણે એક ખાસ પહેલ કરતા મહિલાઓ દ્વારા સંચાલિત ટેક્ષીઓને ભાડે રાખી છે. આમિરનો ઉદેશ્ય ઘરેલુ હિંસાથી પ્રભાવિત થયેલી મહિલાઓને મદદ કરવાનો છે. 

ફિલ્મના સેટ પરના લોકોએ જણાવ્યું હતું કે, આમિરે ૪૫ દિવસો માટે મહિલાઓ દ્વારા સંચાલિત કેબ સર્વિસ હાયર કરી છે. આ ટેક્ષીઓ પ્રોડકશન સાથે જોડાયેલા લોકોને હોટલ થી સેટ પર લેવા-મુકવાનું કામ કરશે. 

આમિરે જે કેબ સર્વિસ હાયર કરી છે તેનું નામ સખા છે. જેનું સંચાલ ઘરેલુ હિંસાનો શિકાર થયેલી મહિલાઓકરી છે. આમિર ટેલિવિઝન પરના પોતાના શો સત્યમેવ જયતેના શૂટિંગ દરમિયાન આ કેબ સર્વિસના પરિચયમાં આવ્યો હતો. ત્યારથી તે તેમને મદદ કરી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી પ્રવાસ દરમિયાન આમિર આ જ કેબ સર્વિસ લેતો હોય છે. આમિર આમ છેલ્લા ૧૦ વરસથી કરી રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here