ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા પછી
– ગુલશન કુમારના નિર્માતા પુત્રએ આમિરની આગામી ફિલ્મ વિશે જણાવ્યું
ટી સીરીઝના સંસ્થાપર સ્વ. ગુલશન કુમારની બાયોપિકની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગુલશન કુમારના નિર્માતા પુત્ર ભૂષણ કુમારએ આ માહિતી આપી હતી.
ભૂષણ કુમારએ જણાવ્યુ ંહતુ ંકે, આમિર ખાન તેની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું શૂટિંગ પુરુ કર્યા પછી ગુલશન કુમારની બાયોપિક પર કામ શરૂ કરશે. તેથી એક વાત સ્પષ્ટ છે કે નિર્માતા-દિગ્દર્શક નીરજ પાંડેની વિક્રમ વેધાની જે રીમેકમાં આમિર ખાન કામ કરવાનો છે તે શરૂ થવાની શક્યતા નથી.
સ્વ. ગુલશન કુમારની બાયોપિક મુગલ શિર્ષકથી બનાવામાં આવવાની છે. ભૂષણે જણાવ્યું હતુ ંકે, કોરોના વાયરસના કારણે શેડયુલ ખોરવાઇ ગયું છે.હવે આમિર જેવી લાલ સિંહ ચડ્ડાનું કામ પુરુ કરશે કે તરત જ તે આ બાયોપિક પર કામ શરૂ કરી દીશે, મારી સાથેસાથે આમિર માટે પણ આ ફિલ્મ મહત્વની છે.
શરૂઆતમાં આ ફિલ્મ અક્ષય કુમારને ઓફર કરવામા ંવી હતી. પરંતુ પછીથી આમિર પાસે જતી રહી હતી. પરંતુ એ વખતે આ ફિલ્મનુ ંદિગ્દર્શન કરનાર સુભાષ કૂપરનું નામ મી ટુ વિવાદમાં ઉછળ્યું હતું એ પછી આમિરએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પછીથી સુભાષ કપૂર કોઇ આરોપ સાબિત થઇ શક્યો નહીં, તેથી આમિર ફરી આ ફિલ્મ સાથે જોડાઇ ગયો.