આલિયા ભટ્ટ એસએસ રાજમોલીની ફિલ્મના શૂટિંગમાં નવેમ્બરથીં જોડાશે

0
79

– હાલ અન્ય કલાકારો સાથે શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે

દિગ્દર્શક એસએસ રાજમોલીએ પોતાની આવનારી ફિલ્મ આરઆરઆર્નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ શૂટિંગમાં આલિયા સિવાયના કલાકારો સામેલ છે. 

ફિલ્મની નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, આલિયા  રાજમોલીની ફિલ્મ સાથે નવેમ્બરમાં જોડાવાની છે. અભિનેત્રી હાલ સંજય લીલા ભણસાલીની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં પણ રિલીઝ થવાની હોવાથી તે તેલુગુ ભાષા પણ શીખી રહી છે જેથી ડબ લાઇન બોલવામાં સરળતા રહે. 

રોજમોલી હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગ દરમિયામ કોરોન ાવાયરસથી સુરક્ષિત રાખતા તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં રામ ચરણ, જુનિયર એનટીઆર મુખ્ય પાત્રમાં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here