આવતાં મહિને માર્કેટમાં આવી જશે અનોખું ઉપરકણ, હવામાં કોરોના છે કે નહીં તે જણાવશે

0
55

કોઈ જગ્યાએ હવામાં કોરોના છે કે નહીં, તે જાણવું હવે આગામી દિવસોમાં એકદમ સરળ બની રહેશે. કેનાડાની એક કંપનીએ દાવો કર્યો છે કે, તેણે ગેમ ચેન્જિંગ ડિવાઈઝ તૈયાર કરી લીધું છે કે જે હવામાં કોરોના વાયરસને ઓળખી શકે છે. કંટ્રોલ એનર્જી ગ્રૃપ નામની કંપની ઈનડોર એર ક્વોલિટી અને મોનિટરિંગ ઈક્વિપમેન્ટ કામ પહેલેથી કરતી આવી છે. અને કોરોના મહામારી બાદ કોવિડ વાયરસની ઓળખાણ માટે તેઓએ આ ડિવાઈઝ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

કંટ્રોલ એનર્જી કોર્પ કંપનીએ કેનાડાના ઓન્ટારિયોની બે લેબોરેટીરીમાં કોરોના વાયરસ પર રિસર્ચ બાદ બાયોક્લાઉડ નામથી એત ડિવાઈઝ તૈયાર કરી લીધું છે. આ ડિવાઈઝ હેર ડ્રાયરની જેમ દેખાઈ છે, પણ તે હવા અંદર તરફ ખેંચે છે અને તે હવાનું ટેસ્ટિંગ કોરોના વાયરસની તપાસ માટે કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ડિવાઈઝની મદદથી હવામાં કોરોના વાયરસ છે કે નહીં તે અંગે ખ્યાલ આવી શકે છે.

આ ડિવાઈઝની મદદથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે મદદ મળી શકે છે. હવામાં કોરોના વાયરસ હોવાની ખબર પડતાં જ ત્યાં રહેતાં કે કામ કરતાં લોકોનું ટેસ્ટિંગ કરી શકાય છે. સ્કૂલ, ઓફિસ કે નોકરીવાળી જગ્યાઓએ આ ડિવાઈઝ ખુબ જ કારગર સાબિત થઈ શકે છે. કંપની નવેમ્બર સુધીમાં આ ડિવાઈઝ માર્કેટમાં લોન્ચ કરી શકે છે. અને તેની કિંમત અંદાજે 8.8 લાખ રૂપિયા હોઈ શકે છે. અને આ કંપનીને દુનિયાભરમાંથી ઓર્ડર મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે. કંપની હાલ દર મહિને 20 હજાર યુનિટ તૈયાર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here