આવતા વર્ષથી ભારતમાં એન્ટ્રી મારશે ઇલેક્ટ્રિક કાર મેકર Tesla, એલોન મસ્કે આપ્યા સંકેત

0
27

અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેકર Tesla ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. લાંબા સમયથી ઇલેક્ટ્રિક કારના શોખીન ભારતમાં આની રાહ જોઇ રહ્યા છે. Teslaના ફાઉન્ડર અને સીઈઓ એલોન મસ્કે હિંટ આપી છે કે કંપની આવતા વર્ષ સુધી ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. ટ્વિટર પર એલોન મસ્ક ઘણા એક્ટિવ રહે છે અને આમાં જ તેમણે ઇન્ડિયામાં એન્ટ્રીની વાત કરી છે. એલોન મસ્કે એક ટ્વિટના રિપ્લાયમાં કહ્યું કે, ‘આવતા વર્ષે જરૂર.’

એલોન મસ્કે કહ્યું – આવતા વર્ષે જરૂર

Tesla Club India (એન અનઑફિશિયન ફેન એકાઉન્ટ)એ એક ટ્વીટમાં India Wants Tesla લખેલી એક ટી-શર્ટ પોસ્ટ કરી છે. આ રિપ્લાયમાં એલોન મસ્કે કહ્યું કે, ‘આવતા વર્ષે જરૂર.’ એલોન મસ્કે આ ટ્વીટના થ્રેડમાં આગળ એ પણ કહ્યું કે, ‘રાહ જોવા માટે આભાર.’ એક યૂઝરે લખ્યું કે, ‘અમે વર્ષોથી રાહ જોઇ રહ્યા છીએ.’ એલોન મસ્કના આ બે ટ્વીટે ઘણું બધુ સ્પષ્ટ કરી દીધું છે. આવતા વર્ષથી ભારતમાં ટેસ્લા ઇલેક્ટ્રિક કાર આવી શકે છે.

ભારતમાં અનેક કંપનીઓ ઇલેક્ટ્રિક્સ કાર બનાવી રહી છે

ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યારે પણ કેટલાક લોકો ઇલેક્ટ્રિક કાર અમેરિકાથી ઇમ્પોર્ટ કરીને યૂઝ કરી રહ્યા છે. આમાં બોલીવુડ સ્ટાર રિતેશ દેશમુખ સામેલ છે. અત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક કારો માટે દિલ્હી સરકારે ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવાનું શરૂ કર્યું છે. ભારતમાં અનેક કંપનીઓ ઇલેક્ટ્રિક્સ કાર બનાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here