બોલિવૂડમાં (Bollywood) પોતાની અભિનયથી દરેકનું દિલ જીતનારા આશુતોષ રાણાનો ( Ashutosh Rana )આજે જન્મદિવસ છે. આશુતોષ અદભૂત વિલનની ભૂમિકા નિભાવવા માટે પ્રખ્યાત છે. એક વખત તેણે ફિલ્મ ‘દુશ્મન’ માં સીરિયલ રેપિસ્ટની ભૂમિકા નિભાવી હતી, ત્યારબાદ તેને દર્શકો ખરેખર નફરત કરતા થઇ ગયા હતા.
પોતાના પાત્રમાં આશુતોષ ( Ashutosh Rana )એટલા છવાયા કે લોકો એ ભૂલી ગયા કે તેઓ તો માત્ર પાત્ર ભજવી રહ્યા છે. એ સમયે આશુતોષ રાણા પર અઢળક પત્રો મોકલવામાં આવ્યા. આ તમામ પત્રોમાં આશુતોષને ખુબ ખરૂ ખોટુ સંભળાવવામાં આવ્યુ.
આશુતોષ રાણાએ 1995 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પહેલીવાર ટેલિ-સીરિયલ ‘સ્વાભિમાન’ માં દેખાયો હતો, પરંતુ તેમને તેની વાસ્તવિક ઓળખ 1998 ની ફિલ્મ ‘દુશ્મન’ થી મળી. આ ફિલ્મ પછી તેણે ફિલ્મ ‘લજ્જા’માં શંકરની ભૂમિકા ભજવી હતી જે ઉત્તમ હતી. તે જ સમયે, તે ફિલ્મ ‘સંઘર્ષ’ માં જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મો માટે આશુતોષ રાણાને ( Ashutosh Rana ) ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
આશુતોષ રાણા ( Ashutosh Rana )એકવાર મહેશ ભટ્ટને (Mahesh Bhatt) પગે લાગ્યો ત્યારે ભટ્ટ ખુબજ નારાજ થયા હતા. કારણ કે તેઓ પગે લાગનારાને ધિક્કારતા હતા. જો કે પાછળથી આશુતોષે પરંપરાની વાત કરી તો મહેશ ભટ્ટ (Mahesh Bhatt)માની ગયા ત્યાર બાદ જ્યારે મહેશ ભટ્ટને (Mahesh Bhatt) આશુતોષ ( Ashutosh Rana )મળે ચરણ સ્પર્શ જરૂરથી કરે.
આશુતોષે કહ્યુ હતુ કે ‘મને વડીલોનો આદર કરવાનું શીખવવામાં આવ્યું છે, હું મારી આદત છોડી શકતો નથી’. આ સાંભળીને મહેશ ભટ્ટે તેને ભેટી પડ્યા અને ટીવી સીરિયલ ‘સ્વાભિમાન’ (Swabhiman)માં તેમને પહેલી નેગેટીવ ભૂમિકા (Negative role)આપી. અભિનેત્રી રેણુકા શહાણે (Renuka Shahane)સાથે આશુતોષે ( Ashutosh Rana ) લગ્ન કર્યા છે. આ દિગ્ગજ કલાકારને જન્મદિવસની ખુબ જ શુભેચ્છાઓ.