આ ઠંડી તો કંઈ નથી! ગુજરાતમાં જાણો ક્યારથી શરૂ થશે કાતિલ ઠંડી?, નિષ્ણાતો દ્વારા મોટી આગાહી

  0
  8

  ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. મોડી સાંજથી જ ઠંડીનો ચમકારો અનુભવવા લાગ્યો છે. રાજ્યમાં મોટા ભાગે નલિયા સૌથી ઠંડી શહેર રહેતું હોય છે. જો કે હાલમાં નલિયા કરતાં વલસાડમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચો રહેતા સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય પાટનગર ગાંધીનગરનું લધુત્તમ તાપમાન પર ગગડીને 15 ડિગ્રીએ પહોંચ્યું છે. અમદાવાદ શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું.

  હવામાન ખાતા દ્વારા જાહેર કરેલી વિગતો પ્રમાણે ડિસાનું 17 ડિગ્રી, વડોદરાનું 16.8, સુરતનું 20.8 ડિગ્રી, વલસાડનું 14 ડિગ્રી, અમરેલીનું 16.5, ભાવનગરનું 18.2 ડિગ્રી, દ્વારકાનું 22.4 ડિગ્રી, પોરબંદરનું 18.7 ડિગ્રી, રાજકોટનું 17.1 ડિગ્રી, વેરાવળનું 21.9 ડિગ્રી, સુરેન્દ્રનગરનું 19.2 ડિગ્રી, કેશોદનું 16.6 ડિગ્રી, ભુજનું 19.6 ડિગ્રી, કંડલા એરપોર્ટનું 18 ડિગ્રી તેમજ નલિયાનું લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાનું શરૂ થઈ જશે. આ વખતે શિયાળાની સિઝનમાં પ્રમાણમાં વધુ ઠંડી પડવાનું નિષ્ણાતો દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરના મોટાભાગના શહેરોમાં પરોઢીયે અને મોડી રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધતા લોકો ગરમ કપડા કાઢવાનું શરૂ કર્યું છે. ઉપરાંત અનેક લોકોએ જેકેટ, સ્વેટરની ખરીદી પણ શરૂ કરી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here