આ તે કેવી ભૂખ! સગા દિકરાએ જ જમવા માટે જનેતા અને બહેનને ધારીયાથી કાપી નાખ્યા

    0
    7

    મોરબી (Morbi)ના જીકીયારી ગામે (Jikiyari Village) ડબલ મર્ડરે (Double Murder) સનસનાટી મચાવી છે. જમવા જેવી નજીવી બાબતમાં બોલાચાલી થતા સગી જનેતા (Mother) અને બહેનની (Sister) કરપીણ હત્યા કરવામાં આવી હોવાના અહેવાલોએ પંથકમાં અરેરાટી મચાવી હતી. પોલીસે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

    યુવકે રસોઈ (Food) બનાવવા જેવી નજીવી બાબતે યુવકે માતા અને બેનના ગાળાના ભાગે ધારીયાના ઘા મારી દેતા બંને ના મોત નિપજ્યા હતાં. ગઈ કાલે મોડી રાત્રે આ ઘટના ઘટી હતી.

    અહેવાલ પ્રમાણે મોરબીના ગામે રહેતા દેવશી સવજીભાઈ ભાટિયાએ પોતાની સગી જનેતા કસ્તુરીબેન ભાટિયા અને બહેન સંગીતાબેન ભાટિયા તેમના પુત્ર દેવશીભાઈ સાથે રહે છે. કસ્તુરીબેનનો પુત્ર દેવશીભાઈ ગઈ કાલે સાંજે ઘરે આવીને ભૂખ લાગી હોવાથી જમવાની માંગની કરી હતી. પરંતુ કસ્તુરબેન અને દિકરી સંગીતા વચ્ચે રસોઈ કરવા બાબતે ઝગડો થયો હતો. જેથી ઘરમાં કોઈએ રસોઈ બનાવી નહોતી. આટલી અમાથી વાતથી ઉશ્કેરાઈ જઈને દેવશી ગુસ્સામાં આવી ગયો હતો. તે ધારીયુ લઈને માતા કસ્તુરીબેન અને બહેન સંગીતા પર રીતરસનો તુટી પડ્યો હતો. દેવસીએ જનેતા અને બહેનને ગળાના ભાગે ધારિતુ મારતા બંને ગંભીર રીતે ઘાયલ થ્યા હતાં. લોહીથી લથપથ કસ્તુરીબેન અને સંગીતાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

    આ ડબલ મર્ડરની ઘટનાથી નાના એવા ગામમાં સોપો પડી ગયો છે. આ બનાવને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બન્નેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here