આ દેશે કોરોના સામેની લડતમાં ‘આળસું’ લોકોને ગણાવ્યા હીરો

0
29

જર્મનીની સરકારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કોરોના વાઈરસ સામેની લડતમાં આળસું લોકોને નાયક તરીકે રજુ કરાયા છે. સરકારે 90 સેકેન્ડનો એક વીડિયો ઓનલાઈન જાહેર કર્યો તેમાં એક વૃદ્ધ વ્યક્તિ જણાવી રહ્યો છે કે તેણે 2020ના શિયાળામાં પોતાના દેશની કેવી રીતે સેવા કરી જ્યારે કોરોના વાઈરસ મહામારી પ્રસરી હતી.

વિજ્ઞાપનમાં તે વ્યક્તિ કહે છે કે અચાનકથી આ દેશની કિસ્મત અમારા હાથમાં આવી ગઈ ત્યારે અમે સાહસ ભેગું કરી અને તે જ કર્યું જેની અમારી પાસે આશા હતી અને જે સાચું હતું એટલે કે અમે કંઈ કર્યું નહી. વ્યક્તિએ વધુમાં કહ્યું કે, દિવસ-રાત અમે ઘરે પડ્યા રહ્યાં અને કોરોના વાઈરસ સામે લડતા રહ્યાં. અમારો મોર્ચો અમારો સોફો હતો અને ધૈર્ય અમારું  હથિયાર હતું.

આ વિજ્ઞાપનના અંતમાં સરકાર તરફથી મેસેજ આપવામાં આવ્યો છે કે ઘરે રહને તમે પણ નાયક બની શકો છો. ઉલ્લેખનિય છે કે, કોરોનાને પ્રસરતો અટકાવવા માટે જર્મન સરકારે નવેમ્બરથી નવા પ્રતિબંધો  લગાવ્યા છે. અહીં રેસ્ટોરન્ટ, બાર અને જિમ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને એકઠાં થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here