આ મંદિર સાથે જોડાયેલા છે અનેક રહસ્યો, દર્શન કરવાથી એક નહીં સાત જન્મોના પાપ ધોવાઈ જાય

0
106

ઘણીવાર આપણે કંઈ કામ કરવા જઈએ તો એમાં પાર નથી પડતાં અને કોઈને કોઈ અડચણ વચ્ચે આવી જાય છે. ત્ચારે આપણે એમ થાય કે આ વખતે તો કોઈ જ ભૂલ નથી કરી છતાં કેમ મારુ કામ પુર્ણ નથી થતું. ત્યારે એવું કહેવામાં આવે છે કે જો આગલા જન્મના કંઈ પાપ હોય તો પણ તમારુ કામ પાર નથી પડતું. તો આજે તમને એક એવા મંદિરની મુલાકાત કરાવીએ કે જ્યા એક બે નહીં પણ 7 જન્મના પાપ ધોવાઈ જાય છે અને માગેલું ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે માતાની કૃપાથી, ફક્ત વર્તમાન જ નહીં પણ ભૂતકાળ અને ભૂતકાળના જન્મના બધા પાપો માફ કરવામાં આવે છે.આ મંદિરમાં 51 શક્તિપીઠોમાંની એક છે. તો ચાલો જાણીએ કે આ મંદિર કયું છે અને તે ક્યાં આવેલું છે?

આપણે જે 51 શક્તિપીઠનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તેમાંથી એક દેવભૂમિ ઉત્તરાખંડના તેહરી જિલ્લામાં આવેવું છે. તે સુરકુટ પર્વત પર છે. આ પર્વતમાળા સમુદ્ર સપાટીથી 9995 ફુટની ઉંચાઇએ આવેલ છે. મંદિરનું નામ સૂરકંડા દેવી છે, જે પર્વત પર બિરાજમાન છે. મંદિરમાં દેવી કાલીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં ઈચ્છા પૂરી થવાની શુભેચ્છાઓ વિશે કેદારખંડ અને સ્કંદ પુરાણમાં એક કથા છે. તે સિવાય દેવરાજ ઇન્દ્રએ આ સ્થાન પર પ્રાર્થના કરીને પોતાનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું એવું પણ કહેવામા આવે છે.

પૌરાણિક કથાઓ મુજબ રાજા દક્ષની પુત્રી સતીએ ભોલેનાથને તેના વર તરીકે પસંદ કર્યા હતા. પરંતુ તેમની પસંદગી રાજા દક્ષાને સ્વીકાર્ય નહોતી. એકવાર રાજા દક્ષએ વૈદિક યજ્ઞ કર્યો. બધાને એમાં આમંત્રણ આપ્યું પણ શિવજીને આમંત્રણ મોકલ્યું નહીં. ભોલેનાથના લાખ વખત સમજાવ્યા છતાં દેવી સતી તેમના પિતા દક્ષના યજ્ઞમાં ભાગ લેવા ગઈ હતી. ત્યાં ભગવાન શિવ પર ભારે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી અને જેનાં કારણે તેણી ખૂબ દુખી થઈ.

ત્યારબાદ સતીએ યજ્ઞ કુંડમાં પોતાનો જીવ આપ્યો. ભગવાન શિવને જ્યારે દેવી સતીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ દુખી અને ગુસ્સે થયા અને સતી માતાના શરીરને ખભા પર મૂકી હિમાલય તરફ પ્રયાણ કર્યું. ભગવાન શિવના ક્રોધ અને દુખને સમાપ્ત કરવા અને ભગવાન શિવના તાંડવથી વિશ્વને બચાવવા માટે, શ્રીહરિએ સતીના નશ્વર શરીરને ધીમેથી કાપી નાખવા પોતાનું સુદર્શન ચક્ર મોકલ્યું. સતીના શરીરના 51 ભાગો કર્યા અને આ ભાગ જ્યાં જ્યાં પડ્યા ત્યં પવિત્ર શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં માતા સતીનું માથું પડ્યું તે સ્થાનને સિરકાંડ કહેવામાં આવે છે જે હાલમાં સુરકંડા તરીકે પ્રખ્યાત છે. આ મંદિરના દર્શન કરવાથી તમારા એક નહીં પણ સાત જન્મના પાપ ધોવાઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here