ઇતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના જજ પર રાજ્ય સરકાર ઉથલાવાના ષડયંત્રનો ગંભીર આરોપ

  0
  93

  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રેડ્ડીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ એસ.એ.બોબડેને લખેલા પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન.વી.રમન્ના, પૂર્વ સીએમ ચંદ્રબાબુ સાથી મળીને સરકાર તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ સીજેઆઈ જસ્ટિસ બોબડેને એક પત્ર લખીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એનવી રમન્ના સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સીએમ જગનમોહનનો આરોપ છે કે જસ્ટિસ રમન્નાની પુત્રીઓ જમીનની ખરીદીમાં સામેલ રહ્યા છે અને તેમણે ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ સાથે સંબંધિત કેસોમાં સુનાવણીને અસર કરી.

  સીએમ જગનમોહને પોતાની ફરિયાદમાં કહ્યું કે જસ્ટિસ રમન્ના સરકારને અસ્થિર કરવામાં નાયડુને સમર્થન આપી રહ્યા છે. તે હાઈકોર્ટના કામમાં દખલ કરી રહ્યો છે અને ન્યાયાધીશોને પ્રભાવિત કરી રહ્યા છે. રેડ્ડીના જણાવ્યા અનુસાર રમન્ના ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના હિતોની રક્ષા માટે આમ કરી રહ્યા છે અને તેઓ હાલની સરકારને સત્તા પરથી ઉથલાવવા માંગે છે.

  દેશમાં પહેલીવખત એવું બન્યું છે કે જ્યારે મુખ્યમંત્રીએ ન્યાયાધીશ વિરુદ્ધ ચીફ જસ્ટિસને ફરિયાદ કરી હોય, જેમાં ન્યાયિક પ્રણાલીને અસર થવાની વાત કરી હોય. જગને CJIને આંધ્રપ્રદેશમાં ન્યાયતંત્રની તટસ્થતાને યથાવત રાખવાની વિનંતી કરી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here