‘ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ’

0
96

વિશ્વ દીકરી દિવસની ઉજવણી નિમિત્તે સ્ત્રીભ્રૂણ હત્યા વિષય પર નાટક રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા

સુરત,સોમવાર: ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ’ નિમિતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુરતના ઘોડદોડ રોડ સ્થિત નારી સંરક્ષણ ગૃહ ખાતે દીકરી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પોતાની બાળકીઓ સાથે ઉપસ્થિત રહેલા દંપત્તિઓને મેયરશ્રી ડો.જગદીશભાઈ પટેલ તેમજ સાંસદશ્રી દર્શનાબેન જરદોશ દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.


રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના જન્મદરમાં વધારો થાય તથા દિકરીઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ
સમોવડી બને અને દીકરોઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેવા આશયથી વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે જે યોજનાની વિગતો આપવામાં આવી હતી


સ્ત્રીભ્રૂણ હત્યા ન થાય અને દીકરીના જન્મને વધાવવા માટે અને લોકોમાં ‘બેટી બચાઓ,બેટી પઢાઓ’ વિશે નાટક પ્રસ્તુત કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થીત સૌ લોકો દ્વારા ‘સ્ત્રીભ્રૂણ હત્યા નહિ કરીશું’ તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here