ઇન્ડિયન કનેક્શન / ભારત અને બાઈડેનનો વર્ષો જૂનો નાતો : ભારત પ્રવાસ દરમિયાન તેમણે કર્યો હતો મોટો ખુલાસો, જાણો શું

  0
  16

  અમેરિકામાં ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે અને જૉ બાઈડેન હવે વ્હાઈટ હાઉસના ઉંબરે આવીને ઉભા છે. પૂરી શક્યતાઓ છે કે જૉ બાઈડેન જ મહાસત્તાના સિંહાસન પર બેસશે.

  • અમેરિકામાં મતગણતરી ચાલુ, રસપ્રદ બન્યા પરિણામો 
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જૉ બાઈડેન વિજેતા બનવાની નજીક 
  • જૉ બાઈડેને વર્ષ 2015માં કહ્યું હતું કે હું તો ભારતથી પણ ચૂંટણી લડી શકું છું 

  નોંધનીય છે કે જૉ બાઈડેન પોતે ખૂબ સિનીયર ડીપ્લોમેટ રહી ચુક્યા છે અને વર્ષ 1972માં પહેલીવાર તેઓ સેનેટર તરીકે ચૂંટાયા હતા. જોકે બાઈડેનનું ભારતીય કનેક્શન પણ છે અને તેનો ખુલાસો તેમણે પોતે વર્ષો પહેલા કર્યો હતો.  

  જૉ બાઈડેનનું ભારત કનેક્શન 

  જૉ બાઈડેન વર્ષ 2013માં જ ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા અને ભારતના પ્રવાસ પર આવ્યા હતા ત્યારે તેમણે મુંબઈમાં પોતાના ઇન્ડિયન કનેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. જૉ બાઈડેને કહ્યું હતું કે વર્ષ 1972માં તેઓ જ્યારે પહેલીવાર સેનેટના સદસ્ય બન્યા ત્યારે મુંબઈમાં રહેતા એક બાઈડેનનો પત્ર તેમને મળ્યો હતો. તે પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તે બંનેના પૂર્વજ એક જ છે. આ પત્રમાં જાણકારી આપવામાં આવી હતી કે તેમના પૂર્વજ 18મી સદીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા હતા અને બાઈડેનને તે વાતનું દુઃખ હતું કે તે વિશે તેઓ વધારે તપાસ પણ ન કરી શક્યા. 

  હું તો ભારતથી પણ ચૂંટણી લડી શકું છું : જૉ બાઈડેન 

  તે પછી વર્ષ 2015માં પણ બાઈડેને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે વોશિંગ્ટનમાં એક બેઠકમાં કહ્યું હતું કે સંભવતઃ તેમના પૂર્વજે ભારતીય મહિલા સાથે વિવાહ કર્યા હતા અને તેમના પરિવારના લોકો આજે પણ ત્યાં જ છે. તેમણે મજાકમાં એમ પણ કહ્યું હતું કે તે તો ભારતમાં ચૂંટણી લડી શકે છે. 

  જૉ બાઈડેન હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે તો તે સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ હશે કારણ કે તેમની ઉંમર 78 વર્ષ છે અને તેમનું આખું નામ જોસેફ રોબિનેટ બાઈડેન જૂનિયર છે. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here