ઈડરમાં વધુ વ્યાજની લાલચ આપીને લોકો પાસેથી નાણાં ઉઘરાવી 55 લાખની ઠગાઈ કરી

0
100

– લોભીયા હોઈ ત્યાં ધૂતારા ભૂખે ન મરે

– રાયસીંગ ગોલ્ડ નામની કંપનીના પાંચ ડિરેકટરો સામે ફરિયાદ : કંપનીને તાળાં મારી ડિરેકટરો ફરાર : ચેક બાઉન્સ થતાં નવ એજન્ટોએ કંપની સામે ગુનો નોંધાવ્યો

ઈડરમાં રાયસીંગ ગોલ્ડ લિ. નામની કંપનીના સંચાલકોએ રૂપિયા ૫૫ લાખની છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ સાથેની એક ફરિયાદ પોલીસ ચોપડે નોધાતાં ચકચાર મચી ગઈ છે. આ કંપનીના સંચાલકોએ લોભામમી જાહેરાતો થકી એજન્ટો નીમી, વિવિધ સ્કીમોમાં વધુ વ્યાજની લાલચ આપી લોકો પાસેથી નાણાં ઉઘરાવી બાદમાં કંપનીને તાળાં મારી ફરાર થઈ ગયા હતા. કંપનીથી છેતરાયેલા નવ એજન્ટો વતી એક એજ્નટે બુધવારે રાત્રે આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે સંચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઈડર પોલીસમાં કડિયાદરા ગામના મોહનભાઈ જેઠાભાઈ વમકરે નોંધાવેલી ફરિયાદ મુજબ (૧) પ્રતિક સોની, (૨) પ્રદિપ સોની, (૩) મનીષ પટેલ, (૪) સુભાષ પટેલ અન્ (૫) ધર્મેન્દ્ર પટેલે મળી એકબીજાના મેળાપીપણામાં  ગુન્હાહિત કાવતરૂ રચી ઈડરના દામોદર કોમ્પલેક્ષમાં રાયસીંગ ગોલ્ડ લિ. નામની કંપની ઊભી કરી હતી. આ કંપની લોભામણી જાહેરાતો કરી એજન્ટોની નિમણૂઁક કર્યા બાદ, એજન્ટોના ગ્રાહકો પાસેથી વિવિધ સ્કીમો મુજબ વિશ્વાસમાં લઈ વધુ વ્યાજની લાલચે કંપનીમાં પૈસા જમા કરાવડાવતી હતી.

ફરિયાદી મોહનભાઈ સહિત  બીજા નવ જેટલા એજન્ટોએ તેમના ગ્રાહકોને કંપનીની લોભામણી સ્કીમો દર્શાવી ગ્રાહકોના રૃપિયા ૫૫,૦૦,૦૦૦ કંપનીમાં જમા કરાવ્યા હતા. સારા વળતરની આશાએ જમા કરાવેલી રકમ કે વ્યાજ સમયસર પરત ન મળતાં એજન્ટોએ કંપનીના એમ.ડી. પ્રતિક સોનીનો સંપર્ક કરી પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ તેઓ વારંવાર વાયદા બતાવતા હતા. ઉપરાંત કંપનીએ આપેલ ચેક પણ બાઉન્સ થયા હતા.

વળી છેલ્લા દોઢેક વર્ષથી એમ.ડી. ફરિયાદી કે બીજા એજન્ટોના ફોન પણ ઉપાડતા નહોતા.

જેથી વારંવારની ઉઘરાણી છતાં ગ્રાહકોના રોકાણ કરેલ રૂપિયા ૫૫ લાખ તથા વ્યાજ પરત ન મળતાં તથા સંચાલકો કંપનીને તાળા મારી ફરાર થઈ જતાં અકળાયેલા ફરિયાદી મોહનભાઈ વણકરે રાઈસીંગ ગોલ્ડ લિ. કંપનીના પાંચ ડિરેકટરો સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ  બાદ પોલીસે છેતરપિંડી કરવાને ઈરાદે ઊભી કરાયેલ કંપનીના પાંચેય ડિરેકટરોની શોધખોળ હાથ ધરી છે.

કંપનીના ક્યા સંચાલકો સામે ફરિયાદ

(૧) પ્રતિકભાઈ જીતેન્દ્રભાઈ સોની, સદગુરૃનગર, ઈડર. (૨)  પ્રદિપભાઈ પ્રકાશભાઈ સોની, શુકન-૨ સોસાયટી, ઈડર. (૩) મનિષભાઈ રમેશભાઈ પટેલ, કુશકી- મોહનપુરા, ઈડર. (૪) સુભાષભાઈ ચિમનભાઈ પટેલ, ભવાનગઢ, વડાલી. (૫) ધર્મેન્દ્રભાઈ ભગાભાઈ પટેલ, ઉમેદગઢ, ઈડર.

ક્યા એજન્ટોના નાણઆં ડુબ્યા

(૧) મોહનભાઈ જેઠાભાઈ વણકર, કડિયાદરા, ફરિયાદી. (૨) કિરીટભાઈ બાબુભાઈ પંચાલ, જવાનપુરા, ઈડર. (૩) નવિનકુમાર કોદરભાઈ પ્રજાપતિ, મુડેટી (૪) અનિલભાઈ જેઠાભાઈ વણકર, બરવાવ (૫) સુરેશભાઈ દાનાભાઈ ચેનવા, કેશરપુરા (૬) સુરેશભાઈ ગોવિંદભાઈ પરમાર, ઈડર. (૭) કમલેશભાઈ ધનાભાઈ સુતરીયા, બડોલી (૮) લક્ષ્મીબેન ભગવાનદાસ સગર, ઈડર. (૯) લતાબેન અજયકુમાર દેસાઈ, કડિયાદરા (૧૦) મિતેષભાઈ બળદેવભાઈ મિસ્ત્રી, વસ્ત્રાલ, અમદાવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here