ઈથેનોલને પ્રોત્સાહન:17 મિલિયન ટન વધારાના અનાજનો ઉપયોગ ઈથેનોલની બનાવટમાં કરવામાં આવશે

  0
  15
  • વર્ષ 2025 સુધી પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરાશે

  17 મિલિયન ટન વધારાના અનાજ અને શેરડીના કૂચામાંથી ઈથેનોલની બનાવટમાં ઉપયોગ કરી 2025 સુધી પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવાનો લક્ષ્યાંક હાંસિલ કરાશે. સુગર ઈન્ડસ્ટ્રી સંગઠન ઈસ્મા દ્વારા આયોજિત વેબિનારમાં ખાદ્ય સચિવ સુધાંશુ પાન્ડેએ જણાવ્યું હતુ કે, સરકાર ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે.

  જેની બનાવટમાં માત્ર શેરડીના કૂચા જ નહીં પરંતુ મકાઈ, ચોખા જેવા અનાજનો પણ ઉપયોગ થશે. છેલ્લા થોડા વર્ષથી ખાંડનું 4થી 4.5 મિલિયન ટન વધારાનું ઉત્પાદન થાય છે. સ્થાનિક 26 મિલિયન ટન માગ સામે 30 મિલિયન ટન ખાંડ ઉત્પાદિત થઈ હતી. વધારાના ઉત્પાદનના પગલે ખાંડના ભાવો ઘટ્યાં છે. જેની પ્રતિકૂળ અસર ખેડૂતો અને ખાંડની મીલોને થઈ છે.

  ખાંડના વધુ પડતાં ઉત્પાદન અને નકારાત્મક ભાવોના પગલે સરકારે ખાંડની નિકાસો અને ઈથેનોલના ઉત્પાદનને આપતી બે પોલિસી ઘડી છે. પોલિસી અંતર્ગત અનાજના વધુ પડતાં ઉત્પાદનના જથ્થાને ઈથેનોલની બનાવટમાં ડાયવર્ટ કરાશે. 2020-21માં ખાંડની મીલો માત્ર 2 મીલિયન ટન ખાંડનો ઉપયોગ ઈથેનોલના ઉત્પાદનમાં કર્યો હતો. જે વધારી આ વર્ષે 3.5 મિલિયન ટન જ્યારે આગામી વર્ષે 6 મીલિયન ટન થવાનો આશાવાદ છે.

  સરકાર ઇંધણનો વપરાશ ઘટાડવા માંગે છે જેના કારણે શરૂઆતમાં શેરડીમાંથી ઇથેનોલના ઉત્પાદન મિશ્રણમાં સતત વધારો કરવામાં આવ્યા બાદ આગામી સમયમાં સરપ્લસ અનાજના જથ્થામાંથી પણ ઇથેનોલ બનાવવાની છૂટ આપવામાં આવી છે. દેશમાં માત્ર 165 લાખ ટન અનાજનો વપરાશ થાય છે. જ્યારે 17 મિલિયન ટન અનાજ વધારાનું છે. સરકાર પાસે હાલ 90 મિલિયન ટન અનાજનો જથ્થો સરપ્લસ હેઠળ છે.

  2025 સુધી પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવાનો સરકારનો લક્ષ્યાંક સિદ્ધ થશે
  “ગુનેગારો દર મહિને એક ઇન્ડસ્ટ્રીમાંથી બીજી ઇન્ડસ્ટ્રી તરફ પોતાનું ફોકસ શિફ્ટ કરે તે ઘણું કોમન છે. ગુનેગારો એવા ઉદ્યોગોને નિશાન બનાવે છે જ્યાં ટ્રાન્ઝેક્શન્સમાં તીવ્ર વૃધ્ધિ થતી હોય. જૂન ક્વાર્ટરમાં અનેક દેશોએ અનલોક શરૂ કરતાં ટ્રાવેલ અને લીઝર પ્રવૃત્તિઓ વધી જતાં ગુનેગારોએ આ ઉદ્યોગને પોતાનું નિશાન બનાવ્યું હતું. વૃધ્ધિ પામી રહેલાં આ બજારો ટારગેટ બનવાથી ગેમિંગ ફ્રોડમાં વધારો થયો છે.” તેમ ટ્રાન્સયુનિયનમાં ગ્લોબલ ફ્રોડ સોલ્યુશન્સના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શાઇ કોહેએ જણાવ્યું હતું.
  165 લાખ ટન અનાજ માગ સામે વધારાનો 17 મિલિયન ટન જથ્થો
  દેશમાં માત્ર 165 લાખ ટન અનાજનો વપરાશ થાય છે. જ્યારે 17 મિલિયન ટન અનાજ વધારાનું છે. સરકાર પાસે હાલ 90 મિલિયન ટન અનાજનો જથ્થો સરપ્લસ હેઠળ છે. કોવિડ-19 દરમિયાન 60 મિલિયન ટન અનાજનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. ઈ-20 ટાર્ગેટ હેઠલ 17 મિલિયન ટન અનાજનો ઉપયોગ ઈથેનોલ ઉત્પાદનમાં થશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here