ઈન્સાઈડ સ્ટોરી:સુરતમાં જે શિવમની હત્યા કરી દિવાલમાં ચણી દેવાયો તેની પરિવારે શોધખોળ પણ ન કરી, જેલમાં હોવાની પરિવારને શંકા હતી

0
72
  • મૃતક શિવમ દારૂના ગુનામાં ત્રણવાર જેલવાસ ભોગવી ચૂક્યો હતો

પાંડેસરા આશાપુરી સોસાયટીના વિભાગ-3માં રહેતા બુટલેગર રાજુ બિહારીએ વર્ષ 2015માં શિવમ નામના યુવકની હત્યા કરી દિવાલમાં ચણી દીધો હતો. આ ઘટનાનો ગત રોજ પર્દાફાશ થયો છે. આ ઘટનામાં મૃતક શિવમના પરિવારે શોધવાની તસ્દી તો દૂરની વાત પોલીસમાં ગુમ થયાની પણ જાણ કરી ન હોવાનું સામે આવ્યું છે. શિવમ ત્રણેકવાર દારૂના ગુનામાં જેલમાં જઈ આવ્યો છે. જેથી પરિવારને જેલમાં હોવાની આશંકા હતી.

ઘરની અંદરથી દાદરની નીચે દિવાલમાંથી હાડપિંજર મળ્યું
ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે આરોપી રાજુ બિહારીએ તેના મિત્રની 5 વર્ષ પહેલા હત્યા કરી લાશને તેના જ ઘરમાં દાટી દીધી છે. આથી ડીસીબી-પાંડેસરા પોલીસનો સ્ટાફ, એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ અને એફએસએલને સાથે રાખી ઘરની અંદરથી દાદરની નીચે દિવાલ અને સિમેન્ટનું પ્લાસ્ટર તોડતા લાશના અવશેષો મળી આવ્યા હતા. અવશેષો લઈ તેને પીએમ માટે નવી સિવિલમાં મોકલી આપ્યા હતા. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા રાજીવ ઉર્ફે રાજુ બિહારી સુરજનસીંગ રાજપૂત(37)(મૂળ રહે,બિહાર)ની સામે કાર્યવાહી કરી છે. જ્યારે તેના સાગરિતોમાં વિપુલ ઉર્ફે વિપુલ ભૈયા સોમા પાટીલ, અજય ઉર્ફે અંચલ રાજુ પ્રધાન, શૈલેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ લંગડો નીખીલેશ શર્મા, મીટુ મામા અને ભગવાન માલીયાને શોધવાની તજવીજ શરૂ કરી છે.

સેમ્પલ ફોરેન્સીકમાં મોકલામાં આવ્યા.

લાશ પર મીઠું, એસિડ નાખી સિમેન્ટનું પ્લાસ્ટર કરી રાતોરાત દિવાલ ચણી લીધી
પાંડેસરા આશાપુરી સોસાયટીના વિભાગ-3માં રહેતા બુટલેગર રાજુ બિહારીનો વર્ષ 2015માં દારૂનો માલ પકડાય જતા કિશન પર શંકા રાખી તેમજ પૈસાની લેતીદેતી આ બે બાબતોને લઈ રાજુ બિહારીએ તેના સાગરિતો સાથે મળી શિવમ ઉર્ફે કિશન મુન્સી ચૌહાણની દિવાળીના સમયે પાર્ટી કરવા બોલાવી ઢીકમુક્કીનો માર મારી 5 વર્ષ પહેલા હત્યા કરી હતી. હત્યારાએ લાશને દાદરની નીચે મુકી તેના ઉપર મીઠું, એસિડ નાખી સિમેન્ટનું પ્લાસ્ટર કરી રાતોરાત દિવાલ ચણી લીધી હતી. પછી રાજુ બિહારી તેના સાગરિતો સાથે ઘર બંધ કરી થોડા દિવસો માટે વતન ઉપડી ગયા હતા. પાછો હત્યારો તેજ મકાનમાં થોડા સમય પછી રહેતો પણ હતો. જે જગ્યા લાશને દાટી દીધી તે જગ્યા કિચન હતું. લાશ હોવાથી કિચન જગ્યાની બદલી નાખી મિસ્ત્રીને વાસ્તુ શાસ્ત્રનું બહાનું કાઢ્યું હતું. કદાચ સુરત પોલીસના ઇતિહાસમાં આવો પહેલો કિસ્સો હશે.

જે જગ્યા લાશને દાટી દીધી તે જગ્યા કિચન હતું. લાશ હોવાથી કિચન જગ્યાની બદલી નાખી મિસ્ત્રીને વાસ્તુ શાસ્ત્રનું બહાનું કાઢ્યું

ગુમ થયાની ફરિયાદ પણ ન કરી
શિવમ ઉર્ફે કિશનનો લાશ મળતા પરિવારજનોને દોડી આવ્યા હતા. પરિવારમાં માતા-પિતા અને ભાઈ માતા છે અને કિશન મૂળ યુપીનો હતો. 5 વર્ષ પહેલા શિવમ ઉર્ફે કિશનની હત્યા થઈ છતાં પરિવારે શોધવાની તસ્દી તો દૂરની વાત પોલીસમાં ગુમ થયાની પણ જાણ કરી ન હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે, શિવમ તરૂણવયે જ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશી ચૂક્યો હતો. ત્રણેકવાર દારૂના ગુનામાં જેલવાસ ભોગવી ચૂકેલો શિવમ પરિવારના કહ્યામાં પણ ન હતો. પાંચ વર્ષથી ગુમ શિવન સંભવતઃ કોઈક ગુનામાં જેલમાં હોવાની પરિવારને આશંકા હતી. જેથી તેની શોધખોળ પણ ન કરી હતી.

મુખ્ય આરોપી 2016થી પેરોલ જમ્પ કરી ફરાર છે.

રાજુ પેરોલ જમ્પ કરી ફરાર હતો
બુટલેગર રાજુ બિહારીએ વર્ષ 2016માં અંકલેશ્વરમાં ઝઘડીયામાં નોકરી કરતો હતો તે વખતે એકની હત્યા કરી હતી. જેમાં ઝઘડીયા પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી જેલમાં હતો. રાજુ બિહારી એક વર્ષ પહેલા પેરોલ જમ્પ કરી ફરાર થતાં ઝઘડીયા પોલીસ શોધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here