ઋષીકેશમાં યોગ શીખવા આવેલી અમેરિકી મહિલા પર રેપ, વારંવાર દુષ્કર્મ થયાનો મહિલાનો આરોપ

0
56

-ઋષીકેશ નિવાસી અભિનવ રૉય નામનો આરોપી ફરાર

ઉત્તર પ્રદેશના ઋષીકેશમાં યોગ શીખવા આવેલી એક મહિલાએ પોતાના પર વારંવાર રેપ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અપરાધમાં જે યુવાન સંડોવાયેલો હોવાનો આક્ષેપ થયો છે એ અભિનવ રૉય નાસતો ફરતો હતો. 

37 વર્ષની આ મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે હું થોડા દિવસ પહેલાં યોગ શીખવા ઋષીકેશ આવી હતી. ઋષીકેશ નિવાસી અભિનવ રૉય મને એના ઘરની બાલકનીમાંથી અંદર ઓરડામાં ઘસડી ગયો હતો અને મારા પર વારંવાર રેપ કર્યો હતો. 

મુની કી રેતી પોલીસ સ્ટેશનના પ્રવક્તા આ કે સક્લાની એ જણાવ્યા મુજબ આ મહિલાને નશો કરવાનુંઅને યોગ શીખવાનું ગમતું હતું એટલે ઋષીકેશ આી હતી. આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અભિનવના પિતા મારા પર આ કેસ પાછો ખેંચી લેવાનું દબાણ કરી રહ્યા હતા. આ મહિલા અભિનવ રૉયના સંપર્કમાં શી રીતે આવી અને ખરેખર આ ઘટના શી રીતે આકાર પામી એની વિગતો હજુ જાણવા મળી નહોતી.  

પોલીસ તપાસ ચાલુ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here