બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની(Akshay kumar) ફિલ્મ ‘લક્ષ્મી’ (Laxmi) હાલ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ તેના નામ અને કહાનીને લઇને લોકોના નિશાન પર છે. ફિલ્મના નામને વધારવા વિવાદ જોઇ અક્ષયની ટીમે ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’થી (Laxmi bomb) બદલીને લક્ષ્મી કરી દીધું છે. પરંતુ આ વિવાદ ઓછો થવાનું નામ લઇ રહ્યું નથી. તેને લઇને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાને (Twinkle Khanna) પણ સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી છે.
એક યૂઝર્સે ફોટોશોપથી અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાને લક્ષ્મી બોમ્બના પોસ્ટર પર ફિટ કર્યો અને તેનું ટાઇટલ ‘ટ્વિંકલ બોમ્બ’ કરી દીધું. એવામાં ટ્વિંકલ પણ ચુપ રહેવા વાળી નથી. તેણે ટ્રોલરનો સબક શીખવાડ્યો છે. ટ્વિંકલે ટ્રોલરોને ખુલ્લેઆમ અપમાન કર્યું છે. શેર કરેલી તસવીરમાં ટ્વિંકલ ખન્નાએ બ્લૂ કલરમાં રંગેલી નજરે પડી રહી છે અને માથા પર મોટી એક લાલ બિંદી લગાવી છે. જણાવી દઇએ કે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ ના પોસ્ટરની જેમ તેને બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ પોસ્ટરનું નામ ટ્વિંકલ બોમ્બ આપવામાં આવ્યું છે.
ટ્વિંકલે તે શખ્સની મૉર્ફ્ડ તસવીર શેર કરતા લખ્યું- ટ્રોલ્સ ખૂબ મદદરૂપ થાય છે. જ્યારે એક બ્લોગ માટે તસવીર શોધી રહી હતી તો મારી નજર તેની પર પડી ગઇ. રીપોસ્ટ કરવાની જગ્યાએ તેને ક્રોપ કરીને શેર કરી રહી છું. એકે મને કહ્યું કે તુ ભગવાનને લઇને મજાક બનાવે છે. તું એક થર્ડ ક્લાસ વ્યક્તિ છું. તેની પર મેં લખ્યું કે ભગવાન ખરેખર મજાક પંસદ કરે છે. નહીંતર તે તને ના બનાવતા, જોકે, મને લાગે છે કે હું નવા સ્કિન ટોનની સાથે સારી લાગી રહી છું અને બિંદી આ દિવાળી વાદળી ધમાકાની જેમ લાગી રહી છે.
ટ્વિંકલે તેની કોલમમાં આ વાતનો ઉલ્લેક પણ કર્યો છે. તેણે લખ્યું કે ટ્રોલર્સ લક્ષ્મી બોમ્બના વ્યક્તિ પાછળ પડ્યા છે. ખબર નહીં કાય કારણથી, તેમણે મારી ફોટો લીધી છે અને મારા રંગને ભગવાન કૃષ્ણના મયુર પંખના કલરથી રંગી દીધા છે. સાથે જ તેમણે એક મોટી બિંદી લગાવી દીધી છે. તેણે આ પોસ્ટરને ટ્વિંકલ બોમ્બ નામ આપી દીધું છે. સાચુ કહું તો હું ખૂબ પ્રભાવિત છું કારણકે ખરેખ યોગ્ય સમય પર તે આવ્યું છે. એખ આધેડની ઉંમરની મહિલા તરીકે મને એવું લાગતુ હતું કે મારી જવાનીના દિવસો પાછળ છુટી ગયા છે. જણાવી દઇએ કે ટ્વિંકલ હંમેશા કોઇને કોઇ કારણથી ચર્ચામા રહે છે. ક્યારેક તેનું કારણ તેની બુક કે તેનુ કોઇ નિવેદન હોય છે.