એક ઇમારતમાં લાગલી ભીષણ આગ 30 કલાક બાદ પણ નિયંત્રણમાં આવી નથી

0
68

– ઝવેરી બઝારની કટલરી માર્કેટની

– લેવલ-4ની આગને કાબૂમાં લેવા દીવાલો તોડવી પડી રહી છે

ઝવેરી બઝારની કટલરી માર્કેટમાં આવેલ ઇસ્માઇલ બિલ્ડિંગમાં લાગેલી લેવલ-૪ની ભીષણ આગ ૩૦ કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આ આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડના ૧૭ એન્જિન અને ૧૭ પાણીના ટેન્કરનની મદદ લેવામાં આવી રહી છે.

આ સંદર્ભે ફાયરબ્રિગેડના સૂત્રોનુસાર રવિવારે સાંજે સાડાચાર વાગ્યે જમ્મા મસ્જિદ પાસેની ઇસ્માઇલ બિલ્ડિંગમા ં આવેલ એક બંધ ગોદામમાં  આગ ફાટી નિકળી હતી. શરૃઆતમાં લેવલ-બેની આ આગ રાત્રે વધુ ભીષણ બની લેવલ-ચારમાં પલટાઇ ગઇ હતી. આ આગને કાબૂમાં લેવા ૧૭ એન્જિન, ૧૭ પાણીના ટેન્કર, ત્રણ એએલપી,  એક સીપી, જેવા અદ્યતન ઉપકરણઓ સહિત ફાયરબ્રિગેડના સીએફઓ સહિતના ઉચ્ચાધિકારીઓ આગને કાબૂમાં લેવા પ્રયત્નશીલ છે છતા આગ લાગ્યાના ત્રીસ કલાક બાદ પણ  આગને કાબૂમાં લેવામાં સફળતા મળી નથી.

આ સંદર્ભે ફાયરબ્રિગેડના સૂત્રોનુસાર બંધ ગોડાઉનમાં આગ લાગી હોવાથી હવે તેને કાબૂમાં લેવામાં ભારે પ્રયત્નો બાદ અમૂક દીવાલોને તોડી આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી  પણ એક અધિકારીને ગુગળામણ થતા જે. જે.  હોસ્પિટલમાં સારવાર અપાઇ  હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here