એક એવું ગામ, જ્યા દરેક વ્યક્તિ છે કરોડપતિ, દુનિયાભરથી આવે છે અહીં પ્રવાસીઓ

  0
  21

  દુનિયામાં તમે ઘણા લાખોપતિ કે કરોડપતિ લોકો અંગે સાંભળ્યું તો જરૂર હશે પરંતુ શું તમે ક્યારેય એવી જગ્યાની કલ્પના કરી છે જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ હો આજે અમે તમને એક એવા ગામ અંગે જણાવીશું જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ  છે. અમે વાત કરી રહ્યા છીએ જિયાંગસૂ પ્રાંતમાં સ્થિત વાક્સી (Huaxi) ગામની…. આ ગામ દુનિયાના (World) બાકી ગામથી (Village)અલગ છે. આ ગામને જોવા માટે દુનિયાભરથી લોકો આવે છે જેથી તે સમજી શકે કે અહીંના લોકો આટલા અમીર કેવી રીતે છે.

  ખાસ કરીને લોકોના મનમાં ગામ અંગે વિચારીને એવો જ વિચાર આવે છે રકે ગામના રસ્તા કાચા, વીજળી પાણીની પૂરતી સુવિધા નથી પણ આ ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ અન્ય શહેરોથી પણ અલગ બનાવી છે. આ સુવિધાઓને કારણે આ ગામ દુનિયાભરમાં સુપર વિલેજના નામથી ઓળખવામાં આવે છે. એટલું જ નહીં આ ગામમાં રહેવા પર ઓથોરિટી તરફથી કાર અને બંગલો આપવામાં આવે છે. પરંતુ ગામ છોડવા પર તેને ન માત્ર આ વસ્તુઓ પરંતુ પોતાની સંપતિ છોડવી પડે છે અહીંના દરેક નાગરિક પાસે એક આલીશાન ઘર અને ગાડી છે.

  ગામમાં રહે છે 2 હજાર લોકો

  આ ગામમાં આશરે 2 હજાર લોકો રહે છે. આ ગામના દરેક વ્યક્તિના ખાતમાં આશે 1.50 કરોડથી વધારે રૂપિયા જમા છે. ગામની વચ્ચોવચ એક 72 બિલ્ડીંગની ઇમારત છે જે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ખાસ કરીને ઘરની બહારથી જોવામા એક જેવા લાગે છે. અહીં ટેક્સી અને થીમ પાર્ક પણ છે.

  કંપનીઓનું છે ગઢ

  આ ગામ કરોડો ડોલરની કંપનીઓનું ગઢ માનવામાં આવે છે. જેમા સ્ટીલ અને શિપિંગ જેવી મુખ્ય કંપનીઓ સામેલ છે. આ દુનિયાનું પહેલું એવું ગામ છે જે પૂર્ણ રીતે મોડલ અને સોશિયલિસ્ટ છે.

  1960માં થઇ હતી ગામની સ્થાપના

  આ ગામની સ્થાપના 1960માં વૂ રેનબાઓ નામના નેતાએ કરી હતી. તે સમયે આ ગામ એટલું અમીર ન હતું તે શરૂઆતમાં ખૂબ ગરીબ હતું ગામને અહીં સુધી પહોંચાડવા પાછળ કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનીય સચિવ વૂ રેનાબોનો હાથ છે. રેનાબોએ કંપનીનું ગઠન કરીને સામૂહિક ખેતી વધારી અને ફર્ટિલાઇડર સ્પ્રેની ફેક્ટરી ખોલી લોકોને રોજગાર આપ્યો. ફેકટરીથી થનારા નફાને ગામના સારુ બનાવવા માટે કરવામાં આવતો હતો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here