એન્જિનીયરીંગ, ફાર્મસી અને અન્ય વ્યવસાયિક કોર્સમાં એડમિશન પાત્રતામાં ઘટાડો

0
88

– બારમાના વિજ્ઞાનના માર્કમાં 5 ટકાની છૂટને આધારે એડમિશન મળશે

વિદ્યાર્થીઓની અછત ધરાવતી અને કોરોના પ્રાદુર્ભાવને કારણે વધુ ગભરાયેલી એન્જિનીયરીંગ કૉલેજોને સરકારે આ વર્ષે રાહત આપી છે. પરંતુ તે માટે માર્કમાં સમાધાન કરવું પડશે. એન્જિનીયરીંગ, ફાર્મસી કોર્સમાં એડમિશન લેવા માટે હવે પ્રવેશ પરીક્ષામાં માત્ર ઉપસ્થિતિ અને વિજ્ઞાાન વિષયમાં ૪૫ ટકા માર્ક પૂરતાં ગણાશે. 

ગત અમુક વર્ષોથી એન્જિનીયરીંગ કૉલેજોમાં વિદ્યાર્થી સંખ્યા ઘટી રહી હોવાથી સંસ્થાચાલકો ચિંતામાં મૂકાયા છે. કરોડો રુપિયાનું રોકાણ કરી ઊભી કરેલી કૉલેજોને વિદ્યાર્થીઓ જ મળતાં ન હોવાથી સંસ્થાચાલકોનું આર્થિક ગણિત વિખરાઈ ગયું છે. તેમાંય આ વર્ષે કોરોનાને કારણે તેમની ચિંતામાં વધારો થયો છે. આ કૉલેજોને રાહત આપવા માટે સરકારે ગુણવત્તા પાત્રતાને ઘટાડી છે. એન્જિનીયરીંગ, ફાર્મસી કોર્સની પાત્રતાના નિષ્કર્ષમાં આ વર્ષે બદલાવ કરાયો છે અને તે માટે બારમાના પાત્રતા માર્ક પાંચ ટકાએ ઓછા કરાયા છે.

આ વર્ષે બારમાનું પરિણામ વધ્યું છે, તેમાંય વિદ્યાન શાખાના પાસ વિદ્યાર્થીઓનું પ્રમાણ દસ ટકા વધ્યું છે. તે સાથે જ ફર્સ્ટ ક્લાસ , સ્પેશિયલ કેટેગરી મેળવેલ વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ વધ્યું છે. એન્જિનીયરીંગ કે ફાર્મસી માટે પ્રવેશ પરીક્ષામાં શૂન્ય માર્ક મેળવેલ વિદ્યાર્થી પણ પ્રવેશ માટે પાત્ર રહેશે. હવે બારમાના માર્ક ઘટાડાતાં ગુણવત્તાનો પ્રશ્ન નિર્માણ થયો છે. કારણ આ પહેલાં એન્જિનીયરીંગ, ફાર્મસી કોર્સમાં પ્રવેશ મેળવવા બારમામાં વિજ્ઞાાનમાં ઓછામાં ઓછાં ૫૦ ટકા માર્ક મેળવવા અને  સીઈટી પરીક્ષા આપવી જરુરી હતી. હવે બારમામાં ૪૫ ટકા અને આરક્ષિત વર્ગ માટે ૪૦ ટકા માર્ક પૂરતાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here