પ્રાઈવેટ યુનિ.ઓ દ્વારા સરકારી ક્વોટાની
– જેઈઈથી ભરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ : જો કે સરકારે એકટમાં સુધારા સાથે નવા નિયમમાં છુટ આપી છે
પ્રાઈવેટ યુનિ. દ્વારા ઈજનેરીમાં એસીપીસી કેટેગરીની બેઠકો ખાલી રહેતા મેનેજમેન્ટ ક્વોટામા કન્વર્ટ કરી જેઈઈના આધારે ભરવામા આવતા વિરોધ કરવામા આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામા આવી છે કે ડીએઆઈઆઈસીટીમાં એસીપીસીની 50 ટકા બેઠકો પૈકી 20 બેઠકો ખાલી પડી છે જે સંપૂર્ણ રીતે માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓથી ભરવાને બદલે જેઈઈના આધારે ઓલ ઈન્ડિયા પ્રવેશ પ્રક્રિયામા ભરવામા આવી રહી છે.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ફરિયાદ ઉઠાવી છે કે ડિગ્રી ઈજનેરીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ બાદ એસીપીસીએ જાહેર કરેલી ખાલી બેઠકોમાં ડીએઆઈઆઈસીટીમાં 20 બેઠકો ખાલી પડી છે .નિયમ મુજબ 50 ટકા બેઠકો એસીપીસી કેટેગરીમાં સરકારી ક્વોટાની છે જે એસીપીસી ભરે છે અને 50 ટકા બેઠકો યુનિ. પોતાની રીતે જેઈઈના આધારે ભરે છે.
એસીપીસી કેટેગરીની ખાલી રહેલી બેઠકો પર ગુજરાતના વિદ્યાર્થીઓનો અધિકાર છે.જેથી ગુજકેટથી ભરાવી જોઈએ.પરંતુ પ્રાઈવેટ યુનિ.દ્વારા મેનેજમેન્ટ ક્વોટામાં કન્વર્ટ કરીને ઓલ ઈન્ડિયા પ્રવેશ પ્રક્રિયાથી ભરવામા આવી રહી છે.
મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા હાલ વિદ્યાર્થીઓના હિતમાં વિરોધ કરવામા આવ્યો છે અને ફરિયાદ ઉઠાવાઈ છે પરંતુ થોડા સમય પહેલા ગુજરાત વિધાનસભામાં જ સરકારે ટેકનિકલ શિક્ષણ પ્રવેશ માટેના એક્ટમાં સુધારા કરતુ વિધેયક પસાર કરી 50 ટકા મેનેજમેન્ટ ક્વોટા બેઠકો કરી દીધી છે અને જેમાં ખાલી રહેતી બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં કન્વર્ટ કરવાની પણ છુટ આપી છે ત્યારે કેમ કોઈ વિરોધ ન કરાયો ?