એલર્ટ / એક નાની ભૂલ અને તરત જ રદ્દ થઈ જશે તમારું DL, જાણી લો નવા મોટર વ્હીકલ એક્ટ

0
120

1 ઓક્ટોબર 2020ના રોજ કેન્દ્ર સરકારે નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ કર્યા છે. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી અને ઈન્શ્યોરન્સને સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ અપાઈ છે. પરંતુ આ સાથે એક નાની ભૂલ પણ તમારું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરી શકે છે તે ધ્યાન રાખવું જરૂરી છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ મોર્ડન ટેક્નોલોજીની મદદથી પ્રાઈવેટ અને કર્મશિયલ વ્હીકલના ડ્રાઈવર પર નજર રાખી રહી છે. જો તમે તમારા વ્યવહાર અને વર્તણૂંકથી ચૂક્યા તે તમારું લાયસન્સ રદ્દ થશે.

  • 1 ઓક્ટોબરથી આવ્યા છે નવા મોટર વ્હીકલ એક્ટ
  • નાની ભૂલ પણ પકડાશે તો થશે લાયસન્સ રદ્દ
  • ખરાબ વ્યવહારથી રદ્દ થઈ શકે છે ડ્રાઈવિંગ લાયસન્સ

આ રીતનો વ્યવહાર ગણાશે ખોટો વ્યવહાર

નવા નિયમ અનુસાર પોલિસ કે યાતાયાત અધિકારી સાથે ખરાબ વર્ણતૂંક, ગાડી ન રોકવી, ટ્રકના કેબિનમાં સવારી બેસાડવી વગેરે અયોગ્ય ગણાશે. જો આવું જોવા મળશે તો ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કે રદ્દ કરાશે. સાથે તમને દંડ પણ થઈ શકે છે. નવા મોટર વ્હીકલ એક્ટના આધારે નવા નિયમો અનુસાર કલમ 19,21ના આધારે બસ, ટેક્સીમાં વધારે સવારી બેસાડવી, સવારી સાથે દુર્વ્યવહાર કરવો, સ્ટોપ પર ન ઉતારવા, બસ ચલાવતા ધૂમ્રપાન કરવું, દારૂ પીને ગાડી ચલાવવા, કારણ વિના વાહન ધીરે ચલાવવું વગેરે નિયમો અનુસાર ગુનો દાખલ થશે. 

પોલીસ કરી શકે છે લાયસન્સ રદ્દ

પોલીસ ખરાબ વ્યવહાર કરનારા ડ્રાઈવરનું લાયસન્સ રદ્દ કરી શકે છે અથવા સસ્પેન્ડ પણ કરી શકે છે. વાહનમાં બેઠેલા પેસેન્જર્સને ઉતારીને પ્રદર્શન કે હડતાલમાં સામેલ થવું અને બુકિંગ બાદ પણ પેસેન્જર્સને લઈ જવાની મનાઈ પણ ગુનો બને છે. નવા નિયમો અનુસાર આરટીઓ અને પોલીસ દંડની રાશિ લાગૂ કરી શકે છે. જે તે ડ્રાઈવર વિરુદ્ધ કરાયેલી જાણકારી પોર્ટલ પર પણમ અપડેટ કરાશે જેથી ડ્રાઈવરો પર નજર રાખી શકાય.

અધિકારીઓ માટે આ કામ કરવું થયું અનિવાર્ય

નવા કાયદામાં અધિકારીઓએ દંડ કરાયો છે તેવા ડ્રાઈવરના વ્યવહારનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. તેની જાણકારી પોર્ટલ પર આપવાની રહેશે. જો કે આ વખતે પહેલીવાર આતંક ફેલાવનારા, ખતરો જન્માવનારા, વાહન ચોરી, યાત્રીઓ પર હુમલો, સામાન ચોરી કરનારા ડ્રાઈવરોનું લાયસન્સ રદ્દ કરવાનો નિયમ લવાયો છે. સરકાર પોર્ટલ પર તમામ માહિતી રાખશે. જેથી ભવિષ્યમાં ડ્રાઈવરના વ્યવહારની ઓનલાઈન માહિતી પર નજર રાખી શકાય. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here