એસટીના 57 કર્મચારીઓનો કોરોનાને કારણે મૃત્યુ

0
97

રાજ્યમાં એસટીના કર્મચારીઓના મૃત્યુના પ્રમાણમાં ધરખમ વધારો થયો છે. અત્યાર સુધીમાં ૫૭ કર્મચારીઓના મૃત્યુ થયા છે. તો કુલ કોરોનાપિડિત કર્મચારીઓની સંખ્યા ૧૭૨૧ સુધી પહોંચી છે.

છેલ્લા ૧૨ દિવસમાં એસટીના ૧૪ કર્મચારીઓના મૃત્યુ થવાની નોંધ થઈ હતી. આમાં થાણે વિભાગનો સૌથી વધુ કર્મચારીઓનો સમાવેશ છે. જેમાં જળગાવ વિભાગના ૬ સાંગલી અને કોલ્હાપુર વિભાગના પાંચ નાગપુરના ચાર અને મુંબઈ વિભાગના એક કર્મચારીઓનો સમાવેસ છે. કર્તવ્ય બજાવતી વખતે સંક્રમિત થયેલા મૃત કર્મચારીઓના પરિવારને ૫૦ લાખ રૃપિયાનું વિમાકવચ આપવાની જાહેરાત એસટીના અધ્યક્ષ શેખર ચન્નેએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here