દેશમાં ફેસ્ટિવ સીઝન નજીક છે. આવી સ્થિતિમાં, કાર કંપનીઓ વધુને વધુ વેચાણ પર નજર રાખી રહી છે. કારણ કે આ વર્ષે, કોરોના વાયરસ રોગચાળાને કારણે, કાર કંપનીઓએ જે નુકસાન વેઠ્યું છે, તે તેઓ તહેવારની સિઝનમાં ભરપાઈ કરવા માંગશે. તેને ધ્યાનમાં રાખીને, વેચાણ વધારવા માટે, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી તેની પસંદગીની કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. ચાલો આપણે જાણીએ કે કંપની કઇ કાર પર કેટલી છૂટ આપી રહી છે.
Maruti Suzuki Dzire

જો તમે આ મારુતિ કાર ઓક્ટોબરમાં ખરીદો, તો તમને લગભગ 44,000 રૂપિયાની છૂટ મળશે. જેમાં રૂ.14,000 નુ કેશ ડિસ્કાઉન્ટ, 25,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ અને રૂ. 5,000 નું કોર્પોરેટ બોનસ શામેલ છે.
Maruti Suzuki S-Presso

મારૂતિની નાની એસયુવી પર પણ આ મહિને છૂટ આપવામાં આવી રહી છે. એસ પ્રેસો પર 23 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ અને 5 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Maruti Suzuki Eeco

મારુતિ સુઝુકી ઇકો પર કંપની 38,000 રૂપિયાની છૂટ આપી રહી છે. જેમાં 13,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ બોનસ, 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાના કોર્પોરેટ બોનસનો સમાવેશ થાય છે.
Maruti Suzuki Celerio

આ સિવાય કંપની સેલેરિયો પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કાર પર કંપની દ્વારા રૂપિયા 53,000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેને 28,000 રૂપિયાનુ કેશ, 20,000 રૂપિયાનુ એક્સચેન્જ અને રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Maruti Suzuki Alto 800

આખરે મારુતિ અલ્ટોની વાત કરીએ તો આ મહિને આ કાર ખરીદવી ફાયદાકારક સોદો થશે. કંપની આ કાર પર 21 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ અને કોર્પોરેટ 5,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમને અલ્ટો પર કુલ રૂ. 41,000 ની છૂટ આપવામાં આવી રહી છે.
Hyundai પણ આપી રહી છે છૂટ

હ્યુન્ડાઇ ટૂંક સમયમાં ભારતમાં હ્યુન્ડાઇ આઈ 20 નું નેક્સ્ટ જનરેશન મોડેલ રજૂ કરશે. તે જ સમયે, નવા મોડેલની રજૂઆત પહેલાં, કંપની આ કારના વર્તમાન જનરેશન મોડેલ પર 75,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ છૂટ આ કાર પર ઉપલબ્ધ સૌથી મોટી છૂટ છે.