ઓક્ટોબર અંત સુધીમાં રાજ્યનાં પોલીસ સ્ટેશનો વહિવટી કામકાજ ઓનલાઇન કરશે

0
96

– ડિજિટલ માધ્યમ દ્વારા પેપરલેસ કામગીરી

– કોવિડને પગલે આવેલા ફેરફારો પૈકીના કેટલાકને તો અમલમાં મૂકવાની મુંબઇ પોલીસે કરેલી શરૂઆત

કોવિડ-૧૯ના ઉપદ્રવને પગલે મહારાષ્ટ્રના પોલીસતંત્રની કામગીરી તથા વ્યવસ્થામાં જે ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેમાં વોટસએપ પર નિવેદનો (સ્ટેટ મેન્ટસ)ની નોંધણી, પેપરલેસ એડમિનિસ્ટ્રેશન (વહિવટી કાર્યમાં કાગળનો શક્ય તેટલો  ઓછો ઉપયોગ), પોલીસ સ્ટેશનની બહાર સ્ટેશન હાઉસ (લોકોની ફરિયાદદો લેવાની વ્યવસ્થા) જેવા ફેરફારોનો સમાવેશ થાય છે.

દેશના સૌથી મોટા પોલીસ દળમાનું એક મહારાષ્ટ્રમાં છે અને દેશમાં કોવિડ ઉપદ્રવ શરૃ થયો ત્યારથી આ બિમારીના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર પોલીસમાં નોંધાયા છે.

મુંબઇ પોલીસે નવા ફેરફારોમાંના કેટલાકને અમલમાં મૂકવાની શરૃઆત કરી દીધી છે ત્યારે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં તમામ વહિવટી પ્રક્રિયા ઓક્ટોબરના અંત સુધીમાં ઓનલાઇન કરવામાં આવતી થાય તેવી ધારણા છે.

કોવિડ-૧૯એ પોલીસ દળની માગણીઓ તથા અપેક્ષાઓ બદલી નાખી છે. આ માસના અંત સુધીમાં રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનોમાં તમામ વહિવટી કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવતી થાય તેવું અમારુ આયોજન છે. આથી ફાઇલોના ખડકલા થતા ઘટશે તદુપરાંત અત્યાર સુધી વહિવટી ઓફલાઇન કામગીરી માટે ઉપયોગમાં લેવાતી માનવશક્તિ (મેન પાવર – કર્મચારીઓની સંખ્યા)ની આવશ્યક્તા નોંધપાત્ર પ્રમાણમાં ઘટશે એમ રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સુબોધ જયસ્વાલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે ઓનલાઇન કાર્યપ્રણાલી અમલમાં  મૂકવાથી વિવિધ સ્તરના પોલીસ અધિકારીઓની કાર્યક્ષમતા તથા તેમની વચ્ચેની માહિતીની આપલેની ક્ષમતામાં વધારો થશે.

કોવિડને કારણે પોલીસે પેપવરર્કને બદલે ઇલેક્ટ્રોનિક ફાઇલ્સનો માર્ગ અપનાવ્યો છે. અમે લોકોના નિવેદનો ઝૂમ અથવા વોટસએપ દ્વારા નોધવાનું શરૃ કર્યું છે. નજીકના ભવિષ્યમાં આરોપનામાં પણ ઇલેક્ટ્રોનિકલી નોંધાવાશે એમ મુંબઇ પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર (આર્થિક અપરાધી શાખા) રાજવર્ધન સિંહાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here