ઓક્ટોબર મહિનો છે ખાસ નવરાત્રિ, દુર્ગા પૂજા, દશેરા જેવા મોટા તહેવારોની ભરમાળ

0
78

ઓક્ટોબર મહિનો ઉપવાસ અને તહેવારોનો મહિનો રહેશે. આ વખતે આવતા તહેવારોને લીધે આ મહિનો ખાસ બની રહેવાનો છે જો કે આ વખતે અધિક આસો માસ હોવાથી તહેવારો મોડા થઈ રહ્યા છે. સામાન્ય રીતે પૈતૃપિતૃ અમાસના બીજા જ દિવસે શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. નવરાત્રી પછી રામ નવમી, દશેરા, શરદ પૂર્ણિમા, કરવા ચોથ અને દિવાળી જેવા મોટા તહેવારો આવે છે.

હિન્દુ પંચાંગ મુજબ નવરાત્રિની શરૂઆતમાં શુભ કાર્યો શરૂ થાય છે. અધિકમાસની પૂર્ણિમા પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. 1 ઓક્ટોબરે અધિકમાસની પૂર્ણિમા ત્રણ વર્ષમાં એકવાર આવે છે. અધિકમાસની પૂર્ણિમાએ દાન, સ્નાન અને પૂજાનું વિશેષ મહત્વ છે.

ગણેશ ચતુર્થી વ્રત 5 ઓક્ટોબરે – ગણેશ ચતુર્થી વ્રત દર મહિને બંને પક્ષની ચતુર્થીએ મનાવવામાં આવે છે. આ વ્રત પર ભગવાન ગણેશને દુર્વા અને લાડુને અર્પણ કરવામાં આવે છે.કમલા એકાદશી 13 ઓક્ટોબરે – એકાદશી દરેક મહિનામાં વિશેષ મહત્વ ધરાવે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી તમામ શુભ ફળ મળે છે. 13 ઓક્ટોબરે અધિકમાસની એકાદશી છે જેને કમલા એકાદશી કહેવામાં આવે છે.

અધિકમાસની અમાસ – 16 ઓક્ટોબરે અધિકમાસની અમાસ છે. શાસ્ત્રોમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. અમાવસ્યા તિથિ પર સ્નાન કરવું અને દાનનું વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રિ 17 ઓક્ટોબરે – શારદીય નવરાત્રિનો પ્રારંભ 17 ઓક્ટોબરથી અધિકામાસના અંતની સાથે થશે. નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના થાય છે. આ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે.

દુર્ગાષ્ટમી 24 ઓક્ટોબર – 24 ઓક્ટોબર આ દિવસે માતા દુર્ગાની વિશેષ પૂજા થાય છે. મહાષ્ટમી દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ છે. દુર્ગા નવમી – 25 ઓક્ટોબરે છે. દુર્ગા નવમી છે આ દિવસે ગોરણીઓની પૂજા અર્ચના થાય છે. દશેરા – 26 ઓક્ટોબર – દશેરાનો તહેવાર દર વર્ષે દુષ્ટતા ઉપર સારા લોકોની જીતની ઉજવણીના ભાગે ઉજવવામાં આવે છે. આ વખતે દશેરા 26 ઓક્ટોબરે છે.

પાપાંકુશા એકાદશી, 27 ઓક્ટોબર- ભગવાન વિષ્ણુની ઉપાસનાનો તહેવાર 27 ઓક્ટોબરના રોજ પાપાંકુશા એકાદશી પર છે. ભગવાન વિષ્ણુની ઉપાસનાનો તહેવાર છે. શરદ પૂર્ણિમા 30 ઓક્ટોબરે – શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ચંદ્ર સોળ કળામાં સંપૂર્ણ ખીલે છે. આ પૂર્ણિમાએ ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રચે છે. કારતક માસ શરૂ થાય છે – 31 ઓક્ટોબરથી કારતક માસ શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here