જો તમે પણ ક્યાંક જવા માટે એપ બેસ્ડ કેબ લો છો તો થોડાક સાવધાન થવાની જરૂરત છે. કેબ ડ્રાઇવરો ગ્રાહકોને છેતરપિંડી કરી રહ્યા છે અને તેમની કંપનીઓને પણ તેની જાણ નથી. ડ્રાઈવરો GPS સાથે ચેડાં કરીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલતા હોય છે. મુંબઈ પોલીસે તાજેતરમાં 3 Ola driversને પકડ્યા છે જેઓ જીપીએસ સાથે ચેડા કરતા હતા અને વધારાના કિલોમીટરમાં બતાવી વધુ ચાર્જ લેતા હતા. જો મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચ અનુસાર આવા તો ઘણા કેબ ડ્રાઇવરો છેલ્લા ઘણા સમયથી ગ્રાહકો સાથે વધારે રકમ વસૂલતા હોય છે. પોલીસે OLA executives સમન્સ પણ મોકલ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું કે, કેટલાક કેબ ડ્રાઈવરો દ્વારા કેબ ચાલકો લાંબા રૂટ પર જતા દરમિયાન વધારે ભાડું વસૂલવાની બાતમી મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર છટકું ગોઠવ્યું હતું.
તેમણે કહ્યું, ‘ત્રણ ડ્રાઇવરોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ વાહનોમાં એવી રીતે GPS સિસ્ટમ શરૂ કરતા અને બંધ કરતા હતા જેથી રૂટમાં વધારો થઇ જતો અને તેને કારણે ગ્રાહકોએ વધારે ચુકવણી કરવી પડતી હતી. આ ચાલકોએ અન્ય ચાલકોને પણ છેડતી કરેલી એપ આપી છે. એવામાં આવનાર કેટલાક દિવસોમાં અન્ય લોકોની ધરપકડ સંભવ છે.
પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય સામે છેતરપિંડી સંબંધિત કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તમામને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આવી રીતે દૂર કરો સમસ્યા
માહિતી અનુસાર, ડ્રાઇવરોએ ઘણી બાહ્ય છેતરપિંડી એપ્લિકેશનોનો ઉપયોગ કરીને જીપીએસ સાથે ચેડા કરવી સામાન્ય છે. મીટરમાં વધુ કિલોમીટર ઉમેરીને બિલ વધારવા માટે, જેના પર Aggregator સરળતાથી નજર રાખી શકે છે, જેના માટે બજારમાં અત્યાધુનિક Sophisticated vigilant softwares છે. ટેક્સીમાં બેસતી વખતે, ગ્રાહકે પોતાનું જીપીએસ ચાલુ કરવું જોઈએ અને Cab aggregator દ્વારા લેવામાં આવતા બિલને ટેલી કરવું જોઈએ અથવા ડ્રાઇવરની છેતરપિંડી ટાળવી જોઈએ. જો કિલોમીટરમાં ઘણાં તફાવત છે, તો ગ્રાહક Aggregatorને ફરિયાદ નોંધાવવા પર રિફંડ મેળવી શકે છે.