ઓર્ડર આપ્યો ઓનલાઇન મોબાઇલ ફોનનો અને પાર્સલ આવ્યુ વાસણ ઘસવાના સાબુનું

0
97

ભાયંદર ઉત્તનમાં રહેતા એક વ્યકિતને ફોનનો ઓનલાઇન ઓર્ડર ભારે પડયો હતો. કેશ ઓન ડિલીવરી હેઠળ પૈસા ભર્યા બાદ પાર્સલ  ખોલતા તેમાંથી વાસણ ઘસાવનો સાબુ નિકળતા તેણે આ બાબતની જાણ ઉત્તન કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જોકે આ બાબતે કોઇ ગુનો નોંધવામાં આવ્યો નથી.

આ સંદર્ભે   પ્રાપ્ત વિગતાનુસાર ઉત્તનમાં રહેતો ૪૨ વર્ષીય અમોલ ભગતે  એક પ્રખ્યાત ઓનલાઇન પોર્ટલ પર ૯૫૦૦/- ઓર્ડર આપ્યો હતો.  આ ડિલીવરી સામે કેશ આપવાના હોવાથી ભગતે  ૯૫૦૦/- રૃપિયા આપી પાર્સલ છોડાવ્યા હતુ. જોકે તેણે પાર્સલ ખોલી ચેક કરતા તેમાંથી મોબાઇલની જગ્યાએ વાસણ ઘસવાનો સાબુ નિકળતા તેને આંચકો લાગ્યો હતો. આ દરમિયાન ડિલીવરી બોય પણ પાર્સલ આપીને  નિકળી જતા તેણે પ્રથમ પાડોશીઓને અને ત્યારબાદ સ્થાનિક નગરસેવિકાએ  છેતપરપિંડી થઇ હોવાની જાણ કરી હતી. આ પાર્સલ  આપનાર ડિલીવરી બોય બહુ દૂર ન ગયો  હોવાથી તેને શોધી કાઢી આ વાતની જાણ કરતા તેણે  આ બાબતે અજ્ઞાાન વ્યકત કર્યું હતું.

આ ઘટના બાબતે ઓનલાઇનલ પોર્ટલને જાણ કરવામાં આવતા તેમણે સાત દિવસમાં તપાસ કરી જવાબ આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત જરૃર પડયે રિફંડ આપવામાં આવશે તેવુ જણાવ્યું હતું.આ પહેલા સ્થાનિકો મળી ડિલીવરી  બોયને પોલીસ સ્ટેશનમાં  પણ લઇ ગયા હતા.

 આ સંદર્ભે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ કાંઇ પ્રથમ ઘટના નથી ઓનલાઇન ડિલીવરીમાં અવારનવાર છેતરપિંડીની ઘટના બનતી જ હોય છે. આ ઉપરાંત ઘણા કેસમાં પોલીસ એફઆઇઆર પણ નોંધે છે. તેથઈ ઓનલાઇન ઓર્ડર આપતી વખતે પોલીસે સતર્ક રહેવાની સલાહ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here