ઓહ! ગુજરાતના આ શહેરને કોઈ આંબી ન શકે, ખાઈ શકાય એવા અવનવી આકર્ષણના ફટાકડા બનાવ્યા

  0
  23

  રાજકોટમાં કોરોનાકાળમા આ વખતે ફ્ટાકડાના ધંધા ઉપર ચિંતાના વાદળો છવાયેલા છે. નિયંત્રણો અને જનમાનસ બન્નેના મુદ્દે આદિવાળીએ કેવી આતશબાજી થશે તે પ્રશ્ન ધંધાર્થીઓને સતાવે છે

  રંગીલું રાજકોટ અવનવા કોન્સેપ્ટ માટે જાણીતું છે ત્યારે દિવાળીમાં રાજકોટીયન્સ માટે આવી ગઈ છે ફ્ટાકડા ચોકલેટ. શહેરના નવલનગર વિસ્તારમાં રહેતો એક યુવતીએ ચોકલેટને રોકેટ, સૂતળી બોમ્બ, લાદી બોમ્બ, જમીન ચકરી, શંભુ અને ટેટા (તડાફ્ડી)નું સ્વરૃપ આપી બજારમાં મૂકી છે.

  ખુશીબેન ગોસ્વામી જણાવે છે કે, બાળકોને કોઈ પણ ચીજવસ્તુને ખાવાની આદત હોય છે ત્યારે દિવાળીમાં બાળકો ફ્ટાકડા પણ ખાઈ શકે તો ? તેવા વિચારે ફ્ટાકડા ચોકલેટ બનાવવાનું શરુ કર્યુંઅને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ચોકલેટ પણ હેલ્ધી છે કારણકે તેની બનાવટમાં ડ્રાયફૂટ, ડાર્ક અને મિલ્ક ચોકલેટનો ઉપયોગ કરાયો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here