કંઈક નવું અને અલગ વિચારનાર યુવાાનો માટે રોમાંચક કરિયર ઓપ્શન છે ઈ-સ્પોર્ટ્સ, 2022 સુધી આ ફિલ્ડમાં 40 હજારથી વધારે જોબ ક્રિએટ થશે

  0
  7
  • ભારતમાં 400 ઓનલાઈન ગેમિંગ સ્ટાર્ટ અપ સાથે 2 બિલિયન ડોલરનું ગેમિંગ માર્કેટ છે
  • ગ્લોબલ ગેમિંગ માર્કેટ 100 બિલિયન ડોલરનું છે

  લોકડાઉન દરમિયાન મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ગેમિંગ સૌથી વધુ ઝડપે આગળ વધનાર સેગમેન્ટ રહ્યું છે. આ દરમિયાન તેનાં રેવેન્યૂમાં 45% ગ્રોથ જોવા મળ્યો છે. દેશમાં ઘણા ગેમિંગ પ્લેટફોર્મ પર યુઝર બેસ 3 ગણો અને મોબાઈલ ટ્રાફિકમાં 30%નો વધારો થયો છે. દેશમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીના ગ્રોથની વાત કરીએ તો 2014માં 0.3 બિલિયન ડોલરથી વધીને તે 2019માં 2 બિલિયન ડોલરે પહોંચ્યો છે. રેડસિઅર પ્રમાણે, 2024માં તે 9 બિલિયન ડોલર પાર પહોંચશે.

  દેશમાં ગેમિંગ પ્રારંભિક તબક્કામાં
  એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ઈ સ્પોર્ટ્સ ગેમિંગનું મહત્ત્વનું ક્ષેત્ર છે, તે દેશમાં હાલ પ્રારંભિક તબક્કામાં છે. આવનારા દિવસોમાં તેમાં ગ્રોથ જોવા મળશે. કારણ કે દેશમાં 50%થી વધારે જનસંખ્યા 25 વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે, જે ટાર્ગેટ ગ્રૂપ છે. આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ઈ સ્પોર્ટ્સ એક ગ્રોઇંગ સેક્ટર છે, જેમાં અનેક અવસરો રહેલા છે. જાણો આ અવસરો માટે કેવી તૈયારીઓ કરવી પડશે…

  ઓનલાઈન ગેમિંગ કોર્સ જોઈન કરો
  ઈ સ્પોર્ટ્સ માટે દુનિયાભરની યુનિવર્સિટીઝમાં અનેક કોર્સિસ અવેલેબલ છે. યુડેમી અને કોર્સેરા પર પણ ગેમિંગ કોર્સિસ અવેલેબલ છે, જે ઈ સ્પોર્ટ્સમાં સ્પેશિયલાઈઝેશન ઓફર કરે છે. ટીમ ઈવેન્ટ્સ મેનેજ, ગેમ ડિઝાઈન, ઈ સ્પોર્ટ્સ માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, કોચિંગ, ઈવેન્ટ પ્રમોશન, કમ્યૂનિકેશન અકાઉન્ટિંગ, લાઈવ સ્ટ્રીમિંગ હેન્ડલિંગ પણ આ કોર્સિસમાં શીખવા મળે છે.

  અવસરોની શોધમાં રહો- હંમેશાં નવા અવસરોની શોધમાં રહો. ટૂર્નામેન્ટ પ્રોવાઈડર્સ અને બ્રોડકાસ્ટર્સને મળો અને અનુભવ માટે કંપનીમાં કામ કરો. ઈન્ટર્નશિપ પણ તમારા કરિયરમાં મદદ કરી શકે છે.

  એ ગેમની પસંદગી કરો જેમાં તમે કુશળ હો- તમારી સ્કિલ્સ અને પસંદગી પ્રમાણે ગેમ પસંદ કરો. નવા ગેમર્સ માટે પહેલાંથી રહેલી ગેમ્સમાં પોતાની જગ્યા બનાવવી મુશ્કેલ બને છે. તેથી અપકમિંગ ગેમ્સની પસંદગી કરો.

  આ જોબ ઓપોર્ચ્યુનિટી ઉપલબ્ધ
  પ્રો ગેમર- 
  આ ઈન્ડસ્ટ્રીનો આ સૌથી ફેવરિટ ઓપ્શન છે. તેઓ પોતાની ગેમ્સમાં એક્સપર્ટ હોય છે અને ટીમ લીગ્સ અને ઈ સ્પોર્ટ કંપનીઓ માટે ગેમ રમે છે. તેમણે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અલગ અલગ દેશોમાં જવાનું હોય છે. સાથે જ કોચ, ટીમ અને મેનેજર્સ સાથે મળી કામ કરવાનું હોય છે.

  ઈ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ- આ તેમના માટે રોમાંચક કરિયર બની શકે છે, જે 4 પ્લેયર્સ ટૂર્નામેન્ટ અને ઈ સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રી સંબંધિત ન્યૂઝ, આર્ટિકલ, ફીચર્સ અને ઓપિનિયન્સ લખવામાં રુચિ ધરાવે છે.

  પ્રોડક્ટ મેનેજર- આ પ્રોફેશનલ બિઝનેસ અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી તૈયાર કરે છે. PR માર્કેટિંગ કેમ્પેઈન સંભાળે છે. ખાસ પ્રોડક્ટ અને સર્વિસ ડેવલપ કરે છે. માર્કેટ એનલાઈઝ કરે છે અને નેશનલ ઈન્ટરનેશનલ ઈ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ મેનેજ કરે છે. અન્ય ડિપાર્ટમેન્ટ અને સ્પોન્સર્સ સાથે મળી કંપની માટે નવી એપ્સ અને એક્સેસરીઝ તૈયાર કરે છે.

  ગેમ/QA ટેસ્ટર્સ- ક્વૉલિટી એશ્યોરન્સ ટેસ્ટર ગેમ લોન્ચ થવાની શરૂઆતમાં સુનિશ્ચિત કરે છે કે ગેમ્સ કોઈ પણ ટેક્નિકલ ખામી વગર કામ કરે. આ કામમાં તેઓ એનાલિટિકલ સ્કિલ્સ અને ટેક્નિકલ નોલેજનો ઉપયોગ કરે છે.

  ઈ સ્પોર્ટ્સ રેફરી/એડમિન- અન્ય ગેમ્સના રેફરીની જેમ ઈ સ્પોર્ટ્સ રેફરી ગેમમાં રુલ્સનું પાલન સુનિશ્ચિત કરે છે અને મતભેદ દૂર કરે છે. તેથી મજબૂત ઈન્ટરપર્સનલ સ્કિલ્સ સાથે રુલ્સની તમામ જાણકારી અને સાચો નિર્ણય લઈ ડિસ્પ્યૂટ દૂર કરવાની સમજણ હોવી જરૂરી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here