કંગનાના ભાઈના લગ્નની તસવીરો આવી સામે, ‘ક્વીન’ જોવા મળી ટ્રેડિશનલ કપડામાં

0
87

કંગના રનૌત (Kangana Ranaut)ના ઘરમાં લગભગ 10 વર્ષ બાદ ફરી શરણાઈ વાગી છે. કંગનાની બહેન રંગોલી (Rangoli)ના લગ્નના લાંબા સમય બાદ ભાઈના લગ્ન (Marriage)માં આ પરિવારના લોકો ઘણો જ એન્જોય કરી રહ્યા છે. કંગના અને તેની બહેન રંગોલીએ આ લગ્નની અનેક તસવીરો (Photos) અને વિડીયો શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કંગનાના એક ભાઈ અક્ષત (Akshat)ના લગ્ન નવેમ્બરમાં છે, જ્યારે બીજા ભાઈ કરણના લગ્ન હાલમાં જ થયા છે. કંગનાએ હલ્દી મહેંદીથી લઇને લગ્ન અને ત્યારબાદ સુધીના રિવાજોની અનેક તસવીરો શેર કરી.

થોડાક દિવસ પહેલા કંગનાએ હલ્દીનો વિડીયો શેર કરતા ઘરમાં થનારા લગ્નની ખુશખબર આપી હતી. કંગના રનૌતે પોસ્ટ દ્વારા જણાવ્યું હતુ કે તેના ભાઈ કરણ અને અક્ષતના લગ્ન છે. કંગનાએ ટ્વિટર પર લખ્યું છે કે, ‘રંગોલી બાદ એક દશકથી વધારે સમય થઈ ગયો પરિવારમાં કોઈ લગ્ન નહોતા થયા, આનો સંપૂર્ણ શ્રેય મને જાય છે, પરંતુ આજે મારા ભાઈ કરણ અને અક્ષરે આ અભિશાપ તોડી દીધો છે અને અમારું ઘર લગ્નના જશ્નમાં ડૂબ્યું છે. ત્રણ અઠવાડિયામાં 2 લગ્ન, આજે કરણની હલ્દીથી શરૂઆત.’

ત્યારબાદ કંગનાએ હલ્દી સેરેમનીની અનેક તસવીરો શેર કરી છે. રંગોલીએ પણ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેના દીકરા પૃથ્વી સાથે માસી કંગના જોવા મળી રહી છે. કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની તસવીરો પોસ્ટ કરી, જેમાં તે અલગ-અલગ ટ્રેડિશનલ કપડામાં ઘણી જ સુંદર લાગી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here