કંગના પર આરોપ લગાવીને ખરાબ રીતે ફસાઈ ગઈ શબાના આઝમી, બહેને આપ્યો આ ઠપકો

0
74


અભિનેત્રી શબાના આઝમી અને કંગના રનૌત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. શબાનાએ કહ્યું છે કે કંગના દ્વારા બોલિવૂડ પર લગાવવામાં આવેલા આક્ષેપો અપમાનજનક છે અને તે (કંગના) તેની કલ્પનાઓમાં વિશ્વાસ કરી રહી છે. શબાનાએ કહ્યું કે કંગનાએ તે જ કરવું જોઈએ જેમાં તે શ્રેષ્ઠ છે અને તે છે અભિનય. આ કમેન્ટ પર કંગનાની બહેન રંગોલીએ પ્રતિક્રિયા આપી છે.

 હું તમને અને તમારા પતિને કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું

રંગોલી ચંદેલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તેણે શબાના આઝમીને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તેણે પોતાની સ્ટોરીમાં લખ્યું છે, ‘અને આ રહ્યી વધુ એક સ્યુસાઈડ ગેંગ. પ્રિય શબાનાજી, હું તમને અને તમારા પતિને કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું. તમે બંને તમારા અભિનય અને શાયરી સુધી જ કેમ નથી રહેતા? તમે બંને કેમ ભારત વિરોધી રાજકારણમાં સક્રિયપણે ભાગ લો છો? સમાચારમાં રહેવા માટે? અથવા તમે આ મુદ્દાઓ માટે સાચે જ ફીલ કરો છો?

ભારતને સમર્થન આપતા એજન્ડા કેમ યોગ્ય ન હોઈ શકે?

રંગોલીએ વધુમાં લખ્યું છે કે, ‘જો તમારા ભારત વિરોધી એજેન્ડાઓ સાચા હોઈ શકે તો પછી તેના (કંગનાના) ભારતને સમર્થન આપતા એજન્ડા કેમ યોગ્ય ન હોઈ શકે? તેના માટે અને તમારા માટે અલગ નિયમો કેમ શાબાના જી?’

તે પોતાની બનાવેલી ખોટી દુનિયામાં રહે છે

કંગના પર નિશાન લગાવીને શબાના આઝમીએ કહ્યું હતું કે તે પોતાની બનાવેલી ખોટી દુનિયામાં રહે છે. તેમણે કહ્યું કે તેણે ઇન્ડસ્ટ્રીને ફેમિનીઝ્મ શીખવ્યું, દેશભક્તિ શીખવી. મને ખુશી છે કે તેણે આ બધી વાતો કહી કારણ કે અગાઉ તો કોઈએ આ બાબતોની નોંધ જ લીધી ન હતી.

કંગના ફક્ત હેડલાઇન્સમાં રહેવા માટે કરે છે નકામા નિવેદનો

તેમણે વધુમાં કહ્યું કે, કંગના ફક્ત હેડલાઇન્સમાં રહેવા માટે નકામા નિવેદનો કરતી રહેતી હોય છે. મને લાગે છે કે કંગનાએ આ બધી  બાબતોને છોડીને ફક્ત તેમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમાં તે શ્રેષ્ઠ છે અને તે છે અભિનય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here