કપિલ શર્માની આ હિરોઇને બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ, શેર કરી આ ખૂબસુરત તસવીરો

0
33

કોમેડીયન કપિલ શર્મા સાથે ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંમાં કામ કરનારી એકટ્રેસ સાઈ લોકુરે તેના બોયફ્રેન્ડ તીર્થદીપ રોય સાથે સગાઈ કરી લીધી છે. તેણે સોશિયલ મીડિયા મારફતે આ માહિતી આપી હતી. તેણે પોતાના રિલેશનની વાતનો પણ સ્વિકાર કર્યો હતો.

મરાઠી બિગ બોસમાં લોકોના દિલ જીતનારી સાઈ લોકુરે તેના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઇના ફોટો શેર કર્યા હતા.

તે તીર્થદીપ સાથે રોમેન્ટીક મૂડમાં દેખાતી હતી. તેણે આ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે તીર્થદીપ હું તને પ્યાર કરું છું. આ જ તમામ બાબતોની શરૂઆત અને અંત છે.

લોકડાઉન સુધી સાઈ લોકુરે કોઈ માહિતી આપી ન હતી

લોકડાઉન થયું ત્યાં સુધી સાઈ લોકુરે તેના લગ્ન કે રિલેશન અંગે કોઈ માહિતી આપી ન હતી. કોરોનાને કારણે માર્ચ મહિનાથી દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું.

એ વખતે લોકુરને આ અંગે પૂછવામાં આવતા તેણે તેના લગ્ન કે સગાઈ વિશે કોઈ માહિતી આપી ન હતી. આખરે તેણે હવે પોતાના ફેન્સને આ અંગે માહિતગાર કરીને ખુશ કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સાઇ લોકુર સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહે છે. તે પોતાના વિશેની તમામ માહિતી ફેન્સ સાથે અપડે કરતી રહે છે. તેણે કોરોનાની મહામારીને કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન ફેન્સ સાથે વર્ચ્યુઅલ હોમ ટૂર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here