કરન્સી નોટથી કેળવણી .

0
27

બધા જ માતા-પિતાની એક મહેચ્છા હોય છે કે તેમના સંતાનો ભણી ગણી આગળ વધે અને પૈસા કમાય. પણ કોરોના મહામારીને પગલેલોકડાઉન લાદવામાં આવતા સ્કૂલ-કોલેજો બંધ થતા ભણવા-ભણાવવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ. મુંબઈ જેવાં મોટા શહેરોમાં ઓનલાઈન એજ્યુકેશન શરૂ થઈ ગયું  સ્કૂલ કે કોલેજમાં શિક્ષકો અનમે પ્રાધ્યાપકો ઓનલાઈન ભણાવવા માંડયા અને વિદ્યાર્થીઓ તેમના સ્માર્ટફોન, ટેબ્લેટ લેપટોપ અને કોમ્પ્યુટરની મદદથી ભણવા માંડયા પણ આ તો શહેરની વાત થઈ.

જે ખોળા જેવડાં ગામડામાં સાદો ફોન પણ લકઝરી ગણાતો હોય ત્યાં સ્માર્ટફોન કે લેપટોપ એક સપનું જ ગણાય. પણ મુંબઈ જેવાં મહાનગરથી ૧૦૦ કિ.મી. અંતરે આઅવેલા પાલઘલ્જિલ્લા પરિવારના એક ભેજાબાજ શિક્ષકે બાળકોને ભણાવવા માટે ચલણી નોટોનો ઉપયોગ શરૂ કર્યો. ૧૦, ૨૦, ૧૦૦ રૂપિયાની કરન્સી નોટો કોમ્પ્યુટરમાં સ્કેન કરી પ્રિન્ટ આઉટ કઢાવ્યા પછી બાળકોને આ પ્રિન્ટઆઉટની મદદથી ગણિતના વર્ગમાં  સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખવવા માંડયા.

પાલઘર જિલ્લાના બાલીવલી ગામડાનાં પ્રલ્હાદ કાથેલે નામના  જિલ્લા પરિષદ સ્કૂલના મદદનીશ શિક્ષકનો આ કરન્સીથી કેળવણીનો કિમિયો  કારગત નીવડયો.  ત્રીજા અને ચોથા ધોરણના બાળકો હોંશે હોંશે શીખવા માંડયા. આમાં બીજો ફાયદો એ થયો કે  આ પછાત વિસ્તારમાં  વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના અજાણ માબાપ પણ કેટલા રૂપિયાની નોટ છે એ પણ પોતાના બાળકોના અભ્યાસમાં રસ લેવા માંડયા.

પછી તો શિક્ષક કાથોલે કરન્સી નોટના વર્કશીટ સાથે પગપાળા ગામડાઓમાં  ફરી વિદ્યાર્થીઓના ઘરે જઈ સોશ્યલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખી ભણાવવા માંડયા. નાના જૂથમાં કુંડાળે વળી છૂટા  છૂટા બેસતા વિદ્યાર્થીઓ કરન્સી નોટની મદદથી ગણિતના પાયાના સિદ્ધાંતો શીખવા માંડયા. 

સાવ સાદી પધ્ધતિથી શિક્ષકો ગણિત વિષયની તાલીમ આપવા માંડી આ અનોખી શિક્ષણ પધ્ધતિની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ. આ મહિનાની શરૂઆતમાં મેથેમેટીક્સ ટીચર્સ એસોસિયેશન (એમટીએ)ની  વાર્ષિક પરિષદ યોજાઈ એમાં એક વક્તા તરીકે પ્રલ્હાદ કાથોલેને આ અભિનવ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિની કોરોના-કાળમાં કઈ રીતે  અજમાઈશ કરી એ વિશેની માહિતી રજૂ કરવાની તક મળી. આ જોઈને કહેવું પડે કે: 

મોટા શહેરોમાં ઊંચી ફી વસૂલી

કેળવણીને નામે થાય છે માલની મેળવણી

જ્યારે ગામડા ગામે સાવ મફતમાં 

અપાય છે કરન્સીથી કેળવણી.

શ્વાન માટેની અનોખી

 બ્લડ બેન્ક

રક્તદાન મહાદાન કહેવાય છે એમાં કોરોનાની મહામારીમાં તો રક્તદાન જ નહીં પણ પ્લાઝમાના દાનથી દરદીને નવું જીવન આપી શકાય છે. રક્તતદાનથી ઘાયલ કે બીમાર મનુષ્યને નવજીવન આપી શકાય તો પછી માણસના સૌથી વફાદાર મિત્ર ગણાતા શ્વાનને કેમ લોહી ચડાવી  બચાવી ન શકાય? આ સવાલનો જવાબ આપતી એક અનોખી  શ્વાન માટેની બ્લડબેન્ક પંજાબના લુધિયાણા શહેરમાં શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પ્રાણી-ડોકટરના જણાવ્યા મુજબ પ્રાણીઓ માટેના સારવાર કેન્દ્રમાં દર વર્ષે ઘાયલ કે બીમાર લગભગ ૨૫ હજાર શ્વાનના કેસ આવે છે. આમાંથી લગભગ ૫૦૦થી ૬૦૦ કૂતરામાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું  હોય છે. આ શ્વાનને લોહી ચડાવવાની જરૂર પડે છે. એટલે જ અત્યાર સુધીમાં ૨૫ રાજ્યોએ ડોગ બ્લડ બેન્ક માટે અરજી કરી છે. આમાંથી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ પંજાબ અને ચેન્નઈની બ્લડ બેન્કને મંજૂરી આપી છે. આ પહેલાં એક શ્વાનનું લોહી બીજા શ્વાનને ચડાવવામાં આવતું હતું. પરંતુ  હવે લુઘિયાણામાં શરૂ થયેલી બ્લડ બેન્કને કારણે લોહીના ત્રણેય ઘટકો એટલે કે આરબીસી, પ્લાઝમા અને પ્લેટલેટસનો સંગ્રહ કરી શકાશે  અને જરૂર પડયે બીમાર કે ઘાયલ શ્વાનને ચડાવી શકાશે અત્યાર સુધીમાં  સવાસો શ્વાનને લોહી ચડાવી નવું જીવન આપવામાં આવ્યું છે એ જાણીને દરેક જીવદયાપ્રેમી રાજી થશે.  આ જોઈને શ્વાન કદાચ પોતાની ભાષામાં કહેતા હશે કેઃ

જીતે હૈ ેંહમ શાન સે

દોસ્તી નિભાતે હૈ ઈન્સાન સે

ઔર બુરે વક્ત મેં 

ખૂન પાતે હૈ શ્વાન સે.

વડનગરની ખ્યાતિ ઠેઠ 

ચીન પહોંચી હતી

હિન્દી-ચીની ભાઈ ભાઈના નારા લગાવીને પછી ભાઈની જ પીઠમાં ખંજર ભોંકવામાં ખંધા ખૂંટલ ચીનાઓ ‘નામ-ચીન’ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના આજીવન પ્રમુખ બની બેઠેલા શી જીનપિંગને  ગુજરાતમાં નોતરી સરભરા કરી હિંચકામાં બેસાડીને ઝૂલાવ્યા અને  મહેમાનગતિ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. છતાં આજે એ જ ચીન નીચ હરકત કરવામાંથી ઊંચુ નથી આવતું.

વડા પ્રધાનના વિરોધી સવાલ કરે છે કે  ચીનના પ્રમુખની મહેમાનગતિ કરી તેનું શું ફળ મળ્યું? જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની ખ્યાતી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં ચીન પહોંચી હતી. લગભગ અઢી હજાર વર્ષનો ઈતિહાસ ધરાવતું વડનગર બૌદ્ધ  ધર્મનું મહત્ત્વનું કેન્દ્ર હતું.  છેલ્લાં અનેક વર્ષોથી ચાલતા ખોદકામ દરમ્યાન બૌદ્ધ સ્તૂપના અવશેષ મળી આવ્યા છે.

સાતમી સદીમાં ચીની પ્રવાસી હ્યુએનત્સંગ ભારત આવ્યા ત્યારે તેમણે વડનગરની મુલાકાત લીધી હતી. એ વખતે વડનગર અનાર્તપુર કે આનંદપુર તરીકે ઓળખાતું હતું: ચીની પ્રવાસીએ પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે બૈાદ્ધ ધર્મના આ મહત્ત્વના કેન્દ્રમાં  લગભગ એક હજાર ભિક્ષુકો અભ્યાસ કરતા હતા.  મજાની વાત એ છે કે  ભારત અને ચીનના વડાનો સંબંધ વડનગર સાથે જોડાયો છે. કારણ ચીની પ્રવાસી હ્યુએનત્સંગ વડનગરની મુલાકાત લઈ ચીન પાછા ફર્યા ત્યારે ચીનના વર્તમાન પ્રમુખ શી જીનપીંગના વતન ઝિયાનમાં  રોકાયા હતા. 

ખુદ વડાપ્રધાને આ હકીકત વર્ણવીને  કહ્યું હતું કે  આ જ કારણસર શી જીનપીંગ  ગુજરાતની મુલાકાત લેવા ઉત્સુક હતા. જોકે ભારતે ચીનની મહેમાનગતિ કરી અને બદલામાં ચીને મહામારી આપી.  ભારતની બૌદ્ધ ધર્મને ચીનમાં પ્રસાર થયો.  એટલે જ અભિનેતા-કવિ આશુતોષ રાણાએ  એક કાવ્યપંક્તિમાં  લખ્યું છે કે  ભારતને ચીન કો બુદ્ધ દિયા, ઔર ચીનને હમકો યુદ્ધ દિયા. જોકે બે દેશને સાંકળતી કડીરૂપ વડનગરની ખ્યાતી ૧૪૦૦ વર્ષ પૂર્વે ચીન પહોંચી ગઈ હતી.

કચરો વીણનારાએ પોતાની પ્રતિમા સ્થાપી

દેશ-વિદેશમાં  રાજા-મહારાજાઓ, મહાન નેતાઓ, યોદ્ધાઓ દેશને  ખાતર બલિદાન આપી ચૂકેલા શહીદો, મોટી હસ્તીઓ અને નેતાઓની  પ્રતિમાઓના દર્શન થાય છે. પણ દક્ષિણ ભારતના  સાલેમમાં એક કચરો વીણનારાએ આખી જિંદગી બચાવેલી મૂડી ખર્ચીને પોતાની જ  પાંચ ફૂટની પ્રતિમા  સ્થાપી સહુને આશ્ચર્યચક્તિ કરી દીધા છે.

૬૦ વર્ષની ઉંમરના નલથમ્બીએ ખાલી બોટલો, પ્લાસ્ટિકનો ભંગાર અને કચરો વીણી  વીણી ૧૦ લાખ રૂપિયા ભેગા કર્યા.  શરૂઆતમાં કડિયાકામ કરતા નલથમ્બીની  એક જ મહેચ્છા હતી કે અત્યારે ભલે કોઈ મારો ભાવ નથી પૂછતું પણ ગમેતેમ કરીને ગામમાં મારી પ્રતિમા મૂકાવીશ.

આ પ્રતિમા જોઈને ભવિષ્યમાં પણ લોકો મને યાદ  રાખશે. બસ પછી તો ભંગાર અને ખાલી બોટલો  વેંચી   વેંચીને નલથમ્બીએ અનેક વર્ષો મહેનત કરી ૧૦ લાખ રૂપિયા ભેગા કર્યા. આ પૈસામાંથી  સાલેમના વઝપડી- બેલુર રોડ ઉપર ૧૨૦૦-૧૨૦૦ સ્કવેર ફૂટના જમીનના બે પ્લોટ ખરીદ્યા.  ત્યાર પછી ગામના એક શિલ્પકાર પાસે જઈ એક લાખ રૂપિયા ચૂકવીને પાંચ ફૂટની પોતાની પ્રતિમા ઘડાવી.  ત્યાર બાદ ચબુતરા ઉપર પ્રતિમા સ્થાપી નીચે તક્તિમાં વટથી પોતાનું નામ કોતરાવ્યું અને જુવાનીમાં સેવેલું સ્વપ્ન સાકાર કર્યું.

સામબહાદુરે કર્યો ગુડિયાનો સંગ્રહ

પાકિસ્તાન કે ચીન તરફથી સરહદ પર સતતત કરવામાં આવતી અવળચંડાઈ વખતે ભારતે ૧૯૭૧ના યુદ્ધમાં ઈન્દિરા ગાંધીની  રાહબરીમાં પાકિસ્તાનને કેવી  જબરજસ્ત શિક્સ્તત આપી  બાંગલાદેશને છૂટું પાડી દીધું  હતું  એ યાદ આવે. જે ઈન્દિરા ગાંધીને  નાનપણમાં  સહુ ગુંગી ગુડિયા કહેતા.  આ જ ગુંગી ગુડિયાએ  મોટા થઈને ભલભલાની બોલતી બંધ કરી દીધી અને દુર્ગાનું બિરૂદ મેળવ્યું. 

આ જ ૧૯૭૧ના યુદ્ધમાં  લશ્કરને પૂરી તાકાતથી  દુશ્મન પાકિસ્તાન પર  દોરવણી આપી  વિજય મેળવવામાં  સિંહફાળો  આપનારા  સ્વાતંત્ર્ય  ફિલ્મ માર્શલ સામબહાદુર માણેકશાને કેમ ભૂલી શકાય? સામબહાદુરની વીરતા અને જાંબાઝીને આજે પણ  લોકો યાદ  કરે છે.  નાનપણમાં  ગગુંગી  ગુડિયા તરીકે  ઓળખાતા  ઈન્દિરાજીને  તત્કાલીન લશ્કરી વડા ઉપર   અતૂટ વિશ્વાસ હતો. રમૂજી  સ્વભાવ ધરાવતા  સામબહાદુરનું આખું નામ હતું સામ હોરમસજી ફરામજી જમશેદજી માણેકશા.

એક સમારંભમાં જ્યારે તેમના આખા નામે પરિચય આપવામાં આવ્યા ત્યારે તેમણે ટકોર કરી હતી કે મારૂં નામ પણ મારા નાક જેટલું લાંબુ છે. ગુંગી ગુડિયાના વિશ્વાસપાત્ર ફિલ્ડ-માર્શલનો અંગત શોખ શું હતો ખબર છે? જાતજાતની ગુડિયા એટલે કે ઢીંગલીઓ ભેગી કરવાનો. નાનપણથી ઢીંગલીઓ ભેગી કરવાનો નાદ લાગ્યો હતો એએ ફૌજમાં ગયા પછી પણ ચાલુ રહ્યો હતો. 

દેશ-વિદેશની ઢીંગલીઓનો તેમણે સંગ્રહ કર્યો હતો.  સેનામાંથી નિવૃત્ત  થયા પછી દક્ષિણ ભારતના કુન્નુરમાં  સ્થાયી થયેલા  સામબાહદુર માણેકશાને  બંગલામાં  ઢીંગલા ઢીંગલીઓનું  નાનકડું  સંગ્રહાલય જ ઊભું  કર્યું હતું. આઅમ જવામર્દ  સામ બહાદુરનો  સંબંધ  ગુડિયા  સાથેનો સંબંધ નાનપણથી  મોટપણ સુધી જળવાયો હતો. એટલે જ એમની વિદાય પછી કહેવું પડે કે 

જાંબાઝ હતા મોટા ગજાના

જેણે જમા કર્યા ગુડિયાના ખજાના

આજે યાદ આવે સામબહાદુર મજાના.

પંચ-વાણી

જનતા દેખાડે દેશભક્તિ

નેતા દેખાડે દ્વેષ-ભક્તિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here