કલાકારોને હવે ફિટનેસ મેળવવાનો લાગ્યો નાદ

  0
  16

  મું બઇમાં ૨૫ ઓકટોબરથી જીમ, ફિટનેસ સેન્ટરો શરૂ થઇ ગયા છે. સાત મહિના લાંબા લોકડાઉન બાદ શરૂ થઇ રહેલા ફિટનેસ-સેન્ટર, જીમ આવકાર્ય છે, પણ લોકડાઉનનો સમય બોલીવૂડની ફિટનેસ કોન્સિયસ ફિલ્મહસ્તીઓએ કેવી રીતે વિતાવ્યો એ  પણ જાણવું એટલું જ રસપ્રદ છે કેમ કે આજકાલ લોકો હેલ્થ કોન્સિયલ વધુ બની ગયા છે તેમાં યુવાનો તો બધાથી આગળ છે. બોલીવૂડમાં સલમાન ખાન ઉપરાંત ટાઇગર શ્રોફ, હૃત્વિક રોશન, વરુણ ધવન જ નહીં, સારા અલી ખાન, જહાન્વી કપૂર જેવી હીરોઇનો પણ જીમ જલદી ખૂલે એની લાંબા સમયથી રાહ જુએ છે. અહીં આ કલાકારોના ફિટનેસ ટ્રેનરો તેમના હાઇ-ફાઇ કલાયન્સ વાતો કરે છે, એ જાણીએ, તો ચાલો દોડો ફિટનેસ સેન્ટર ભણી… 

  હૃતિક વર્ક આઉટ વિના અસ્વસ્થ બની જાય…

  – સત્યજિત ચોરસિયા

  ફિટનેસ અંગેની હૃતિક રોશનની પ્રતિબદ્ધતા અંગે વાતો કરતાં તેનો ટ્રેનર સત્યજિત ચૌરસિયા કહે છે, ‘વર્કિંગ આઉટ એ તો હૃત્વિકની લાઇફસ્ટાઇ છે એ તેના વિના જીવી નહીં  શકે આથી અમે અઠવાડિયામાં બે વાર મળીએ છીએ અને લોકડાઉન વેળા અમે એ રીતે બ્રેકવિના મળતાં રહ્યા અને એ રીતે બે કલાક કસરત કરતા રહ્યા. તેમણે તેમના ઘરમાં સરસ જીમ બનાવ્યું છે, જેમાં તેઓ પાવર-ટ્રેનિંગ કરે છે. જો તેઓ કસરત નહીં કરી શકે તો તેઓ અત્યંત અસ્વસ્થ થઇ જાય છે. કેટલીક વાર તેમની સાથે જીમમાં ઝાયદ (ખાન) પણ જોડાય છે. હૃત્વિક જમવાનો શોખિ છે અને રાતે તેનું ચોકલેટ તો જોઇએ જ પણ એ સાથે તેઓ એનું પણ ધ્યાન રાખે કે બીજે દિવસે સવારે તેને જીમમાં કસરત કરીને બાળવામાં આવે.

  જહાન્વી કપૂર તેના ભાઇ પાસે પણ પાઠ શીખે છે

  -નમ્રતા પુરોહિત

  જહાન્વી કપૂરની ફિઝિકલ ટ્રેનર નમ્રતા પુરોહિત જણાવે છે કે જીમમાં ફરી જવાનું મળતા તે રોમાંચ અનુભવે છે તે ઉમેરે છે, ‘જહાન્વી તેના સત્વ પર કસરત કરવા ઇચ્છે છે અને તેમને કહે છે કે હવે હું જીમમાં જવા રહી શહી શકું એમ નથી. એ ઘરે હોય છે ત્યારે ઘણી બધી હળવી કસરત કરે છે તથા કેટલીકવાર ડમ્બેલ્સનો પણ ઉપયોગ કરે છે તેને સુધારવા માટે મેં તેના માટે અનુકૂળ બને એવી ચેર પણ મોકલાવી છે. તેના પર એ ઘણી સારી રીતે  કસરત કરે છે. વાસ્તવમાં અર્જુન (કપૂર-ભાઇ) તેના ઘરમાં તેનો સુધારક હોય છે આથી ઘણીવાર તે એની પણ સલાહ લે છે. સૌથી સારું તો  વર્ચ્યુઅલ વર્કઆઉટ છે. ઘણીવાર અમે ગુ્રપ વીડિયો માટે કોલ કરી એકત્ર થઇએ છીએ અને વર્કઆઉટ કરીએ છીએ, જેમાં અન્ય  સેલિબ્રિટી ક્લાઇટ્સ પણ સામેલ થાય છે અને એ રીતે અમે એક્સરસાઇઝ અને ગોસિપ પણ શેર કરીએ છીએ (એમ કહી તે હસે છે)

  સારા અઠવાડિયામાં પાંચ દિવસ ટ્રેનિંગ કરે છે

  – નમ્રતા પુરોહિત

  નમ્રતા પુરોહિત તો સારા અલી ખાનને પણ વર્કઆઉટ કરાવે છે. નમ્રતા કહે છે, ‘સારા અલી ખાને તેની ફિટનેસ ડ્રિલનો બહું પ્રચાર નથી કરતી. સારા અઠવાડિયાના પાંચ દિવસ વર્કઆઉટ કરે છે. લોકડાઉન દરમિયાન તેણે આ રીતે જ કર્યું. 

  આ દરેક વર્કઆઉટ ૪૫ મિનિટના હોય છે. મેં તેને કાડિયો પર ફોક્સ કરવા જણાવ્યું છે. ૪૫ મિનિટ દરમિયાન એ જુદી જુદી એક્સરસાઇઝ કરે છે. એ ઘરમાં ડમ્બેલ્સ અને રેઝિસ્ટન્સ બ્રેન્ડ્સનો ઉપયોગ કરે છે. વર્કઆઉટ રૂટિન દરમિયાન સારા એને સારી રીતે માણે છે. તેની એક્સરસાઇઝ કોર અને ડિપર મસલ્સ માટે હોય છે. એ કહે છે કે વર્ચ્યુઅલ ફિટનેસ સેશન્સ ખરેખર શ્રેષ્ઠ હોય છે પણ સૌથી મોટી મુશ્કેલી તો ત્યારે સર્જાય છે જ્યારે અધવચ્ચે અટકાવી દે છે હું આવી રીતે અવરોધ ન ઉત્પન્ન કરું એવું સારા ઇચ્છે છે.

  લોકડાઉન વખતે ટાઇગરે ઘરમાં જીમ શરૂ કર્યું

   – રાજેન્દ્ર ધોલે

  ફિટનેસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેનો ટ્રેનર ટાઇગર શ્રેફ પર ઇમ્પ્રેસ છે રાજેન્દ્ર કહે છે, ‘ટાઇગર તેની ફિટનેસ અંગે ઘણો પ્રતિબદ્ધ છે. અને તેથી તેણે લોકડાઉનના એક દિવસ પહેલા તેના ઘરમાં જીમ શરૂ કર્યું હતું વીડિયો સેશન્સ થકી એકાંતરે હું તેને ટ્રેનિંગ આપું છું ટાઇગરને કુલ્ફી અને આઇસક્રીમ બહું ભાવે છે. પણ સારી બાબત એ છે કે બીજા દિવસે એ ડબલ વર્કઆઉટ રૂટિન કરી લે છે. ટાઇગર હેવી લિફટર છે, પણ ઘરમાં એ શક્ય નહોતું. હવે અમે વેઇટ ટ્રેનિંગ સેશન્સ ફરી શરૂ કરીશું. જીમમાં હવે  આ કસરત પર અમારું ફોકસ હશે.’

  વરુણ તો જીમમાં જ રહે છે

  – પ્રશાંત સાવંત

  પ્રશાંત સાવંત કહે છે કે મુંબઇમાં જીમ ખુલે છે, એવા અહેવાલ આવતા જ વરુણ રોમાંચ અનુભવે છે. પ્રશાંત કહે છે, ‘વરુણ માત્ર વર્કઆઉટ નથી કરતો વાસ્તવમાં તો એ જીમમાં જ ‘જીવે’ છે. જીમતો એનું બીજું ઘર છે. હું તેને ટ્રેનિંગ આપું છું- વર્ચ્યુઅલી લોકડાઉન દરમિયાન આ રીતે જ ટ્રેનિંગ આપી બીજા લોકોની જેમ એ પણ ધીમો પડી ગયો હતો. જો કે આ પછી મેં તેને તેની મર્યાદા સુધી ખેંચી જઇ તેને ફરી ટ્રેક પર લઇ આવ્યો છું. વાસ્તવમાં એ પોતાની રીતે જ ઇજાગ્રસ્ત થયો હતો. અને એ પણ ઘરમાં વર્કઆઉટ કરતા તેના ખભાના મસલ્સ  ખેંચાઇ ગયા હતા. આથી તેને યોગ કરાવીને મસલ્સ ફરી વ્યવસ્થિત કરાયા હતા. હવે એ ફાઇન છે અને મારી સાથે જીમમાં કસરત કરવા તૈયાર છે. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here