કાજલ અગ્રવાલ 30 ઓકટોબરના રોજ પ્રભુતામાં પગલા પાડશે

0
73

– અભિનેત્રી બિઝનેસમેન ગોતમ કિચલુ સાથે લગ્ન કરશે

હિંદી, તમિલ અન ેતેલુગુ ફિલ્મોની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ ૩૦ ઓકટોબરના રોજ લગ્ન કરવાની છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. 

કાજલે જણાવ્યું હતું કે, તે બિઝનેસમેન ગોતમ કિચલુ સાથે મુંબઇમાં એક અંગત સમારોહમાં લગ્ન કરવાની છે. તેણે લખ્યું હતું કે, મને જણાવતા બેહદ આનંદ થાય છે કે, ૩૦ ઓકટોબર ૨૦૨૦ના રોજ હું મુંબઇમાં ગોતમ કિચલૂ સાથે લગ્ન કરવાની છું. આ એક અંગત પ્રસંગ હશે જેમાં ફક્ત બન્ને પરિવારના લોકો જ સામેલ થશે.

તેણે વધુમાં કહ્યું હતુ ંકે, આ મહામારીએ આપણી ખુશીઓને ઓછી કરી દીધી છે. પરંતુ અમે સાથે જીવન પસાર કરવા રોમાંચિત છીએ મને પણ આશા છે કે તમે બધા જ અમારા માટે ઉત્સાહિત હશો.

તમારા લોકોના આશીર્વાદ અમે ઇચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરતી રહીશ. 

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here