કામધેનુ શંખ ઘરમાં રાખવાથી થશે ફાયદા, રાતો રાત થઇ જશો માલામાલ, કરો આ ઉપાય

0
111

સમુદ્ર મંથનના સમયે દેવ-દાનવના સંઘર્સ દરમિયાન સમુદ્રથી 14 અનમોલ રત્નોની પ્રાપ્તિ થઇ, જેમા આઠમાં રત્ન તરીકે શંખોનો જન્મ થયો. પ્રાકૃતિક રીતે શંખ અનેક પ્રકારના હોય છે. દેવ શંખ, ચંક્ર શંખ, રાક્ષ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુદ્ધ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, કચ્છપ શંખ, શેર શંખ, કુબાર ગદા શંખ, સુદર્શન શંખ સહિતના શંખ હોય છે.

તેના 3 પ્રકાર છે- વામાવર્તી, દક્ષિણાવર્તી તથા ગણેશ શંખ કે મધ્યવર્તી શંખ, તેના અંતર્ગત, ગણેશ શંખ, પાગ્ચજન્ય, દેવદત્ત, મહાલક્ષ્મી શંખ, પૌણ્ડ્ર, કૌરી શંખ, હીરા શંખ, મોતી શંખ, અનંત વિજય શંખ, મણિ પુષ્પક અને સુઘોષમણિ શંખ, વીણા શંખ, અન્નપુર્ણા શંખ, એરાવત શંખ, ગરુડ શંખ અને કામધેનુ શંખ…

કામધેનુ શંખ : આ શંખ આમ તો ખૂબ દુર્લભ છે. આ શંખ પણ મુખ્ય રીતે બે પ્રકારના છે. એક ગૌમુખી શંખ અને બીજુ કામધેનુ શંખ. આ શંખ કામધેનુ ગાયના મુખ જેવી રૂપાકૃતિ હોવાથી તેને ગોમુખી કામધેનુ શંખના નામથી ઓળખવામાં આવે છે.

જાણો તેનાથી થતા ફાયદાઓ

1. એવું કહેવામાં આવે છે કે કામધેનુ શંખની પૂજા કરવાથી તર્કશક્તિ મજબૂત થાય છે. આ શંખ ઘરમાં રહેવાથી મનમાં આનંદ થાય છે.
૨. મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વસિષ્ઠે લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ શંખનો ઉપયોગ કર્યો હતો.
3. પૌરાણિક શાસ્ત્રોમાં તેના ઉપયોગથી પૈસા અને સમૃદ્ધિ કાયમી ધોરણે વધારી શકાય છે.
4. આ શંખ ઘરમાં રહેવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પણ પુરી થાય છે. કળિયુગમાં માનવની મનોકામના પૂર્તિ એકમાત્ર સાધન છે. આ શંખને કલ્પના પૂરી કરનારા પણ કહેવામાં આવ્યો છે.
5. કામધેનુ શંખ મંત્ર આ પ્રકારે છે. ऊँ नमः गोमुखी कामधेनु शंखाय मम् सर्व कार्य सिद्धि कुरु-कुरु नमः।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here