કામની ટિપ્સ / જોજો, આ વસ્તુનો ઉપયોગ તમારા મોંને પહોંચાડે છે ગંભીર નુકસાન, થાય છે કેવિટીની સમસ્યા

  0
  77

  મોંને સ્વસ્થ રાખવા માટે ઓરલ હાઈજીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખો તો મોંમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે. જેના કારણે શ્વાસમાં દુર્ગંધની સમસ્યા પણ થાય છે. તેનાથી બચવા માટે ઘણાં લોકો માઉથવોશનો ઉપયોગ કરે છે. પણ કોઈપણ વસ્તુનો વધુ પ્રમાણમાં ઉપયોગ નુકસાન કરે છે. માઉથવોશમાં આલ્કોહોલ હોવાથી તે હાનિકારક હોય છે. તે શ્વાસની દુર્ગંધને થોડાં સમય માટે દૂર કરે છે હમેશાં માટે નહીં. તેના ઉપયોગથી ઓરલ હેલ્થની કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએમાઉથવોશનો ઉપયોગ કરવાથી થતાં નુકસાન વિશે.

  • મોંને સ્વસ્થ રાખવા માટે ઓરલ હાઈજીનનું ધ્યાન રાખવું જરૂરી
  • ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખો તો મોંમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે
  • ઓરલ હેલ્થ માટે માઉથવોશનો ઉપયોગ ટાળવો

  મોંમાં બળતરા થઈ શકે છે

  માઉથવોશનો ઉપયોગ કરવાથી મોંમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. તેમાં ઉચ્ચ માત્રામાં આલ્કોહોલ હોવાની સાથે એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. જે મોંના ટિશ્યૂઝમાં પેઈન પેદા કરી શકે છે. જેથી આલ્કોહોલ બેસ્ડ માઉથવોશનો ઉપયોગ કરવો નહીં. તેનાથી મોંમાં ચાંદા પણ થઈ શકે છે. 

  મોંને ડ્રાય બનાવી શકે છે

  માઉથવોશને કારણે ઘણીવાર મોંમાં ડ્રાયનેસની સમસ્યા થવા લાગે છે. વધુ આલ્કોહોલવાળા માઉથવોશનો ઉપયોગ કરવાથી મોં શુષ્ક થઈ જાય છે. જેના કારણે કેવિટી અને મોંમાં દુર્ગંધની સમસ્યા પણ થાય છે. 

  હેલ્થ માટે પણ નુકસાનકારક

  જો તમે ખોટાં માઉથવોશનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. તેમાં આલ્કોહોલ હોવાથી ખાસ કરીને બાળકો માટે તે વધુ હાનિકારક હોય છે. 

  ઓરલ હેલ્થ પ્રોબ્લેમ્સ

  માઉથવોશનો ઉપયોગ કરવાથી તમને ઘણી ઓરલ પ્રોબ્લેમ્સ પણ થઈ શખે છે. જો રોજ માઉથવોશનો ઉપયોગ કરવામાં આવે તો શ્વાસની દુર્ગંધની સમસ્યા થતી નથી અને તેના કારણે શ્વાસની દુર્ગંધનો પ્રોપર ઈલાજ કરાવી શકતા નથી.

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here