કારેલીબાગ પાણીની ટાંકી નજીક મોબાઇલ શોપમાંથી 49 ફોન અને 9 ટેબલેટની ચોરી

0
33

કારેલીબાગ વિસ્તારની એક મોબાઇલ શોપમાં ગઇરાતે ત્રાટકેલા ચોરો મોબાઇલ અને ટેબલેટો ઉઠાવી ગયા હતા.

પાણીની ટાંકી પાસે આવેલા સાંઇકૃપા એપાર્ટમેન્ટમાં સેમસંગ સ્માર્ટ કેફે નામની શોપના મેનેજર આરિફ રાઠોડે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે રાતે મારા શેઠની તબિયત બગડતાં હું તેમને લઇ દવાખાને ગયો હતો.હું પરત ફર્યો ત્યારે મારા સાથી કર્મચારીએ દુકાન બંધ કરી હતી.

સવારે નવેક વાગે મારા શેઠનો ફોન આવ્યો હતો અને દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ કરતાં હું  દુકાને પહોંચ્યો હતો.તપાસ કરતાં શટરનો વચ્ચેનો ભાગ વાંકો કરીને ચોરોએ તમામ સામાન ફેંદી કાઢ્યો હતો.

ચોરો ૪૯ મોબાઇલ અને ૯ ટેબલેટો મળી કુલ રૃા.૧૪ લાખની મત્તા ચોરી ગયા હતા.કારેલીબાગ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here