કાશ્મીરમાં હથિયાર ઘુસાડવાની પાકિસ્તાનની કોશિશ નાકામ, સેનાએ 4 રાઈફલ, 240 કારતૂસ કરી જપ્ત

0
28

પાકિસ્તાન દ્વારા કંટ્રોલ લાઈન પારથી જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાં હથિયાક અને ગોળા બારૂદ મોકલવાના પ્રયાસને સેનાએ નાકામ કરી દીધો છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, સેનાએ એકે47 રાઈફસ સહિત હથિયારોનો જથ્થા જપ્ત કર્યો છે.

સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, એલર્ટ સૈનિકોએ ઉત્તરપ્રદેશના ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં કંટ્રોલ લાઈન પરથી હથિયાર મોકલવાની પાકિસ્તાની કોશિશને નાકામ કરી દીધી.

તેમણે જણાવ્યું કે, સેનાએ બે ત્રણ લોકોને કિશનગંગ નદીમાં એક દોરીથી બાંધેલી ટ્યૂબમાં કેટલીક વસ્તુઓ મોકલતા જોયા. અધિકારી પ્રમાણે સૈનિક તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે ચાર AK47 રાઈફલ્સ, આઠ મેગઝિન અને બે બેગમાં 240 કારતૂસ જપ્ત કરી. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ છે.

તેમણે કહ્યું કે, આ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરથી હથિયાર અને ગોળાબારૂદની તસ્કરી કરવાની આતંકીઓનું વધુ એક ષડ્યંત્ર હતું પરંતુ એલર્ટ સૈનિકોની ત્વરિત કાર્યવાહીએ તેને સફળતાપૂર્વક નિષ્ફળ કરી દીધું.

શ્રીનગર સ્થિત ચિનાર કોરના કોર કમાંડક, લેફ્ટિનેટ જનરલ બીએસરાજૂએ કહ્યું કે, પાકિસ્તાનની મંશામાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે અહીં નજીકના રંગરેથ વિસ્તારમાં એક સમારોહથી ઈતર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પાકિસ્તાને આજે સવારે કેરન સેક્ટરમાં કિશનગંગા નદીના માર્ગે ચાર AK47 અને એક ટ્યૂબમાં ગોળાબારૂદનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ આપણાં એલર્ટ સૈનિકોએ તેને જપ્ત કરી લીધો. તેનાથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાનની મંશામાં કોઈ ફેરફાર થયો નથી. અમે ભવિષ્યમાં પણ તેમના પ્રયાસોને નાકામ કરતા રહીશું.

તેમણે કહ્યું કે, કેરન, તંગધાર, જમ્મુ સેક્ટર અને પંજાબમાં પણ આ પ્રકારની કોશિશ થઈ છે. તેનો મુખ્ય હેતું કાશ્મીરના લોકોને હંમેશા આતંકવાદમાં લિપ્ત રાખવાનો છે પરંતુ અમારો સંકલ્પ હથિયારથી આ પ્રકારે આવતા રોકવાનો છે જેથી અહીંના લોકોને ઓછામાં ઓછું નુંકસાન થાય. અમને એમાં લોકોના સહયોગની અપેક્ષા છે જેથી આતંકવાદને રોકી શકાય.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here