કીટો ડાયેટઃ વજન ઉતારવાની ફાસ્ટર-ફોરવર્ડ પદ્ધતિની અસર ને આડઅસર

0
76

– બંગાળી અભિનેત્રીના અવસાનનું કારણ બનેલી આહારની Keto/ કીટો પદ્ધતિનું સરળ સાયન્સ

સમાચાર હવે તો એકાદ અઠવાડિયા જૂના થયા, પણ અહીં પ્રસ્તુ ત ચર્ચાનું ફોકસ તેના સંદર્ભે માંડવાનું હોવાથી ટૂંકમાં તાજા કરીએ. બંગાળી તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મોાની ૨૭ વર્ષીય એક અભિનેત્રી ગયે અઠવાડિયે કિડની (મૂત્રપિંડ) નિષ્ફકળ થવાના કારણે અવસાન પામી. તબીબી પરીક્ષણમાં જાણવા મળ્યું કે કિડની નાકામ બનવા પાછળ પ્રોટીનનું વધુ પડતું સેવન કારણભૂત હતું, જે તેણે ઝડપભેર વજન ઉતારવા માટે અપનાવેલી ડાયેટિંગની Ketogenic/ કીટોજેનિક (ટૂંકમાં, કીટો) પદ્ધતિને આભારી હોવાનું ડોક્ટરોએ તારણ કાઢ્યું. 

પાચનતંત્રમાં પ્રોટીનનું વિઘટન થાય ત્યારરે તેનાં એમિનો એસિડમાં રહેલાં નાઇટ્રોજન અને અેમોનિયા જેવાં તત્ત્વો છૂટાં પડતાં હોય છે. શરીરમાંથી તેમનો નિકાલ થવો જોઈએ—અને પેશાબ વાટે એ તત્ત્વોને બહાર કાઢી દેવાનું કાર્ય કિડનીનું છે. માનવશરીરમાં (વાળેલી મુઠ્ઠી જેવડા કદની) બે કિડની છે. દરેકમાં નેફ્રોન્સ  કહેવાતાં લગભગ ૧૨,૦૦,૦૦૦ જેટલાં બારીક ચાળણાં છે. ચોવીસ કલાકમાં અનેક વખત અશુદ્ધ લોહી તેમના મારફત પસાર થાય, એટલે રક્તમાં ભળેલી અશુદ્ધિઓ (જેવી કે, એમોનિયા અને નાઇટ્રોજન) નેફ્રોન વાટે છૂટી પડી અંતે પેશાબ વાટે બહાર ફેંકાઈ જાય છે. 

સિત્તેર કિલોગ્રામ વજન ધરાવતી પુખ્ત વયની વ્યવક્તિ રોજનું ૪પથી ૬પ ગ્રામ પ્રોટીન લે ત્યાં  સુધી વાંધો નહિ. તબીબોએ નક્કી કરેલી તે લિમિટ જ્યારે પાર થાય અને વળી દૈનિક ધોરણે બહુ લાંબા સમય સુધી પાર થતી પણ રહે ત્યાકરે કિડની પર લોહીના શુદ્ધિકરણનો વધુ પડતો બોજો આવે છે. આસ્તે  આસ્તેય કાર્યક્ષમતા ગુમાવતી કિડની લાંબા ગાળે ‘દમ’ તોડી દે એ સંભવ છે. ડાયેટિંગનો કીટો તરીકો અપનાવનાર પેલી બંગાળી અભિનેત્રીના કેસમાં કંઈક આમ જ બન્યુંવ હોવું જોઈએ.

ડાયેટિંગની કીટોજેનિક એટલે કે કીટો પદ્ધતિ સોએક વર્ષ પહેલાં અમેરિકન તબીબોએ વાઈ અર્થાત્ હિસ્ટીોરિયાના દરદી બાળકોની સારવાર અર્થે અખત્યારર કરી હતી. પરંતુ કેટલાંક વર્ષે થયે તે જગતભરમાં પ્રસિદ્ધિ પામી છે. મૂળ તો એટલા માટે કે શારીરિક વજન ઘટાડવા માટેનો કીટો ફાસ્ટસ-ફોરવર્ડ નુસખો છે. આ પદ્ધતિ અખત્યા ર કરનાર વ્યજક્તિના આહારમાં કાર્બોહાઇડ્રેટ્સની (ઘઉં, બાજરો, ચોખા, બટાટા, ગાજર, કેળાની) વ્યાકપક બાદબાકી કરી દેવામાં આવી હોય છે. શર્કરા (દા.ત. મીઠાઈ, ચોકલેટ્સ) પણ બંધ! વધુ મારો પ્રોટીનયુક્ત (દા.ત. સૂકો મેવો, સૂર્યમૂખીનાં બીજ,શીંગદાણા, ઇંડાં તેમજ માંસાહાર) અને ચરબીયુક્ત (દા.ત. ચીઝ, બટર, તલનું તેલ, ઘી) ખોરાક પર મૂકવામાં આવે છે. આની પાછળનો મૂળ હેતુ શરીરના પાચનતંત્રને કાર્બોહાઇડ્રેટ્સનો ‘ભૂખમરો’ કરાવવાનો છે, જેથી શર્કરાને બદલે ચરબી વડે કીટોન નામનાં દૃવ્યોનું ઉત્પાસદન કરી શકાય. આ બાયોલોજિકલ પ્રોસેસ વિગતે સમજવા જેવી છે.

■■■

તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ત્વકચા અને સ્નાયયુઓ વચ્ચેગના ગેપમાં ચરબીના ચાલીસેક અબજ કોષો હોય છે. નોર્મલ બાંધો ધરાવતા અને માફકસરનો ખોરાક લેતા વ્યક્તિના શરીરમાં ૪૦થી ૫૦ અબજ જેટલા ચરબીના સંગ્રાહક કોષો હોય, તો સ્થૂળકાય લોકોના શરીરમાં એવા કોષો ક્યારેક ૧૦૦ અબજના આંકડે પહોંચી જાય છે. કોષોની સંખ્યા ઉપરાંત તેમનું કદ પણ અસાધારણ હોય છે, કેમ કે શરીરને મળતી વધારાની ચરબી સમાવવા માટે પ્રત્યેક કોષ પોતાના મૂળ કદ કરતાં ખાસ્સો ફૂલ્યો હોય છે. આખા શરીરને ઘેરી વળેલું ચરબીનું આવરણ એક તરફ ઠંડી સામે શરીરને ગરમાટો આપતા રક્ષણાત્મક ધાબળાની ગરજ સારે છે, તો બીજી બાજુ લ્યૂબ્રિકેટિંગ અોઇલનો રોલ અદા કરી શારીરિક સાંધાઅોને સ્નિગ્ધ રાખે છે. 

ચરબીના કોષોનું વધુ એક અને સૌથી મહત્ત્વનું કાર્ય તો જૈવિક ક્રિયાઅો ચલાવવા માટે શરીરને આવશ્યક કેલરી (બળતણ) પૂરું પાડવાનું છે. પુખ્ત વયની સરેરાશ વ્યક્તિને રોજની ૨,૦૦૦થી ૨,પ૦૦ જેટલી કેલરીની જરૂર પડે. રોજિંદા ખોરાકમાંથી આટલો પુરવઠો તો સહેજે મળતો રહે છે.

ડાયેટિંગના નામે જ્યારે મુખરૂપી ચક્કી ખોરાકરૂપી દળણું પીસવાનું ઘટાડી દે ત્યાોરે શરીરને કેલરીની ખોટ વરતાવા લાગે છે. આર્થિક કટોકટી વખતે આપણે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવીએ તેમ શરીરનું ચયાપચય તંત્ર સ્નાચયુ અને ત્વતચા નીચે જમા થયેલી ચરબીની થાપણ વાપરવાનું શરૂ કરે છે. અલબત્ત, યાદ રહે કે ભૂખ્યા શરીરને એનર્જીનો તોટો પૂરી આપતો એકમાત્ર સ્રોત ચરબી નથી. બલકે તે ત્રીજો વિકલ્પહ છે. ચયાપચયની ક્રિયા ચલાવવા માટેનું પહેલું બળતણ શર્કરા યાને ગ્લુકોઝ છે, તો બીજું પ્રોટીન છે. આ બેય બળતણોને શરીર ઠીક ઠીક પ્રમાણમાં વાપરી ખાય ત્યાર પછી જ ચરબીનું દહન શરૂ થાય છે. સામાન્યી સંજોગોમાં એવો વારો ખાસ આવતો નથી, કેમ કે કાર્બોહાઇડ્રેટ્સ અને શર્કરા એક યા બીજા સ્વનરૂપે આપણે ખોરાકમાં લેતા હોઈએ છીએ. પરંતુ એવો ખોરાક બંધ થતાં ચરબીના કોષનું વિઘટન થાય ત્યા રે તેમાંથી ગ્લીસરોલ અને ફેટી એસિડ છૂટા પડે છે. ગ્લીસરોલ સીધું યકૃત્ત યાને લીવરમાં જાય છે, જ્યાં તેનું ગ્લુકોઝમાં સ્વરૂપાંતર થવા લાગે. શરીરનું જ્ઞાનતંત્ર ગ્લુકોઝ વડે કાર્યરત રહે છે.

શારીરિક ઊર્જા માટે ફેટી એસિડના બાયોકેમિકલ પ્રોસેસિંગનું કીટોસિસ તરીકે ઓળખાતું કાર્ય પણ યકૃત્ત બજાવે છે. ફેટી એસિડ (ચરબી) વડે તે કીટોન નામનાં દ્રવ્યો તૈયાર કરે છે, જે મૂળભૂત રીતે શરીરના વિવિધ કોષો માટે બળતણ છે. અહીં ફરી યાદ અપાવવું રહ્યું કે કીટો જેવા ડાયેટિંગ વખતે સર્જાતી કેલરીરૂપી ઊર્જાની કટોકટીને પહોંચી વળવા માટે જ લીવર ચરબી વડે ગ્લુકોઝનું તથા કીટોનનું ઉત્પાદન કરે છે. રોજિંદા ધોરણે આહાર લેવાતો રહે ત્યાં લગી ચરબીના કોષોનું વિઘટન થતું નથી, માટે ત્વચા અને સ્નાયુઅો વચ્ચેના પાતળા પડમાં એ કોષોનો ભંડાર સચવાયેલો રહેતાં વજન ઊતરતું નથી.

■■■

ઘઉં, ચોખા, બટાટા, કેળા જેવા કાર્બોહાઇડ્રેટ્સ યુક્ત પદાર્થો આરોગવામાં આવે ત્યાારે તેનું ગ્લુકોઝમાં રૂપાંતર થવા લાગે છે. રસગુલ્લાક, ગુલાબજાંબુ, જલેબી, ચોકલેટ્સ તો ભારોભાર ગ્લુકકોઝ ધરાવતા મસ્તેમધુરાં ‘ટાઇમ બોમ્બ’ છે. શરીરમાં પ્રવેશતાં જ તેમાંથી ગ્લુકોઝના રેણુ ફટાફટ રીલિઝ થાય છે. આમ, કાર્બોહાઇડ્રેટ્સ અને શર્કરા શરીરને દૈનિક ધોરણે મળતી રહે તો ચરબીરૂપી બળતણ વપરાયા વિનાનું જેમનું તેમ પડી રહે એટલું જ નહિ શરીરમાં ચરબીના કોષોની સંખ્યા વૃદ્ધિ પામ્યા કરે. નતીજા? દોડો, ડબલ XL સાઇઝનાં વસ્ત્રોચની ખરીદી માટે!

કીટોજેનિક એટલે કે કીટો ડાયેટમાં કાર્બોહાઇડ્રેટ્સ અને શર્કરા નહિવત્ પ્રમાણમાં હોય. પરિણામે ઊર્જાના ધોધ વહાવતા એ બન્નેે ‘નળ’ બંધ થયા પછી શરીરનું પાચનતંત્ર ચરબીની ‘ચકલી’ ચાલુ કરે છે. મતલબ કે ચરબીના કોષોનું ઝડપથી વિઘટન થવા લાગે છે, જેના ફળસ્વતરૂપે મળતું ગ્લુેકોઝ જ્ઞાનતંત્રને અને કીટોન દ્રવ્યો  શરીરના કોષોને પોષે છે. રોજિંદા ધોરણે પ્રોટીન વત્તા ચરબીયુક્ત કીટો ખોરાક શરીરને મળતો રહે, એટલે તેનું બાયોલોજિકલ કામકાજ ખોરંભે પડવાનો સવાલ નહિ.

ટૂંકમાં, કીટો પદ્ધતિમાં શરીરને મળતી ઊર્જાનું બળતણમાત્ર બદલાય છે. શર્કરાને બદલે તે ચરબી પર નભવા લાગે છે, માટે વિના વ્યા યામ કર્યે પણ શારીરિક ચરબીના થર બહુ ઝડપથી ઓગળવા લાગે છે. મેદ ઘટતાં શારી‌રિક વજનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. બહુ ટૂંકા સમયમાં! વજન ઉતારવાની કીટો પદ્ધતિની લોકપ્રિયતાનું એ મુખ્ય કારણ છે.

બીજું, કીટો ડાયેટ પર ચડી જનાર વ્યતક્તિને ભૂખ્યા  રહેવાની લાગણી ક્યારેય થતી નથી. ખોરાકમાં રહેલી ચરબીનું કેલરિક વજન ભૂખનાં દરવાજા લાંબો સમય બંધ રાખે છે.

■■■

આ દેખીતા ફાયદા સામે કીટો ડાયેટના કેટલા અદૃશ્યબ ગેરફાયદા પણ છે. જેમ કે, કીટો આહાર લેતી વ્ય ક્તિ રોજનું ૧૦૦ ગ્રામ જેટલું પ્રોટીન ગ્રહણ કરે છે. આંકડામાં થોડું પ્લુસ-માઇનસ હોઈ શકે, પણ મુખ્યજ વાત એટલી કે ૪પથી ૬પ ગ્રામ પ્રોટીનની સલામત લિમિટ કરતાં તો તે વધારે હોય છે. લાંબા સમય સુધી પ્રોટીનનો અતિરેક થતો રહે તો અગાઉ નોંધ્યું તે પ્રમાણે કિડની (મૂત્રપિંડ) પર વિપરીત અસરો થવાની સંભાવના રહેલી છે. મૂત્રપિંડમાં પથરીનો ભરાવો થાય એવું પણ બને. (સંદર્ભઃ Dr Rushi Deshpande, Director of Nephrology, Jaslok Hospital, Mumbai.) આથી કેટલાક તબીબોના મતે સારો રસ્તો, એ કે કીટો ડાયેટ પાંચ-છ મહિના કર્યા પછી કેટલાક સમય માટે તેને પડતો મૂકી પરંપરાગત આહાર તરફ વળવું જોઈએ. આ રીતે કેટલાક મહિનાનો અંતરાલ પાળી જરૂર પડ્યે ફરીથી કીટો પદ્ધતિ અપનાવી શકાય.

કીટો આહારની બીજી પણ મર્યાદા છે. આ પ્રકારના ભોજનમાં ધાન્યો  તેમજ ફળફળાદિનો વપરાશ મિનિમમ (અથવા નહિવત્) હોય છે. પરિણામે વિટામિન C, વિટામિન B, વિટામિન K, કેલ્શિમયમ, મેગ્ને્શિયમ, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફ,રસ, ફોલિક એસિડ, જસત વગેરે જેવાં તત્ત્વોનો શરીરને મળવાપાત્ર ડોઝ ઓછો અથવા બંધ થાય છે. આ તત્ત્વોની ઊણપથી નાની-મોટી શારીરિક વ્યા્ધિ ઊભી થવાની પણ સંભાવના રહેલી હોવાનું શરીરવિજ્ઞાનના નિષ્ણા-તોનું માનવું છે. 

શરીરમાં ચરબીનો ભરાવો અોછો કરવા માટે મિનરલ્સ અને વિટામિનયુક્ત આહાર લેવાનું બંધ કરવું તો બિલકુલ યોગ્ય નથી. ડાયેટિંગમાં એ પ્રકારનો અતિરેક કરાય તો શરીરને પૂરતું પોષણ ન મળતાં માંસપેશીનું વિઘટન થવા માંડે. શારીરિક વજન ઘટાડવા માટે જાણકાર ડાયેટિશિયનની સલાહ મુજબ નિયંત્રિત (પ્રોટીન, મિનરલ્સ અને વિટામિનયુક્ત) આહાર લેવો જોઇએ. ડાયેટિંગ ઉપરાંત નિયમિત વ્યાયામ પણ જરૂરી છે. શરીરમાં સંગ્રહિત વધારાની ચરબીનું દહન ત્યારે જ થઈ શકે છે.

ટૂંકમાં, કોઈ જાણકાર ડાયેટિશિયન અને/અથવા તબીબની સલાહ લીધા વિના માત્ર ગૂગલ પર રજૂ થતી જાણકારીના આધારે કીટો (કે પછી તે પ્રકારના) ડાયેટનો ઘરઘરાઉ અખતરો શરૂ કરી દેવા જેવો નથી.

■■■

એક મહત્ત્વની વાત અન્ડરરલાઈન કરીને વાંચવાલાયક છે કે મેદવૃદ્ધિના ૭૦થી ૮૦ ટકા કેસો માટે જિનેટિક કારણો જવાબદાર હોય છે. દિનચર્યાને લગતી તેમજ આહારને લગતી ટેવો પંદરથી વીસેક ટકા રોલ અદા કરે છે. આ ટેવો પણ છે તો અગત્યની, કેમ કે શરીરમાં કેલરીના જમા-ઉધારનું સરવૈયું તેમના વડે નક્કી થાય છે. અમુક જિન્સ લેપ્ટિન નામના હોર્મોનનો સ્ત્રાવ કરાવી તેના વડે ફાજલ કેલરીનું ચરબીના સંગ્રાહક કોષોમાં રૂપાંતર થતું રોકે છે. પરિણામે મેદવૃદ્ધિ થતી નથી. માનવશરીરમાં અમુક જિન્સ એવા છે કે જેઅો ફાજલ કેલરીને ચરબીના સંગ્રાહક કોષોમાં ફેરવતા હોર્મોન્સ જન્માવે છે; એટલે કે તેઅો મેદવૃદ્ધિના કારક છે. કેટલાક જિન્સ વળી કેલરીને ગરમીમાં ફેરવી નાખે છે—એટલે કે તેમનું કાર્ય મેદવૃદ્ધિ પર રોક લગાવવાનું છે.

સ્થૂળતા માટે જવાબદાર કારણો જે હોય તે, પણ વજન ઘટાડવાની વાત આવે ત્યારે બધા કેસમાં લાગુ પડતું સિમ્પલ લોજિક એટલું કે ચરબીની માત્રા ઘટાડવા શરીરમાં કેલરીની આવક સામે જાવકનું પલ્લું એક યા બીજી રીતે સતત ભારે રહેવું જોઈએ. વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા કાઢવામાં આવેલા તારણ મુજબ ડાયેટિંગ કરનાર સરેરાશ વ્યક્તિ રોજની ૧,૧૦૦ કે તેથી અોછી કેલરી શરીરને આપે તો ૮-૧૦ દિવસમાં તેનું વજન લગભગ ૯૦૦ ગ્રામ જેટલું ઘટી શકે છે. આ રેશિઅો નિયમિત જળવાયેલો રહે તો લાંબે ગાળે ચરબીનો જથ્થો સંતોષકારક રીતે ઘટવો રહ્યો. ડબલ XLથી L સુધીની સફરનો લાંબો માર્ગ પસંદ કરો કે પછી કીટો ડાયેટનો શોર્ટ-કટ લો, એક વાત ગાંઠ બાંધીને રાખવા જેવી છેઃ શારીરિક વજનનું નિયંત્રણ થઈ શકે, ઇલાજ નહિ! ■

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here