‘કુલી નંબર ૧’, ‘દુર્ગાવતી’ અને ‘છલાંગ’ હવે ઓટીટી પર રજૂ થશે

0
102

૧૫મી ઓક્ટોબરથી સિનેમા હોલ્સ ફરી શરૂ થવા જઈ રહ્યા છે, પરંતુ ઓટીટી પર નવી ફિલ્મો રજૂ થવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. હવે ત્રણ ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વરુણ ધવન અને સારા અલી ખાનની ‘કુલી નંબર ૧’, ભૂમિ પેડનેકરની ‘દુર્ગાવતી’ તેમજ રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની ‘છલાંગ’ સામેલ છે.

ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત ‘કુલી નંબર ૧’ ૨૫મી ડિસેમ્બરે ઓટીટી પર રજૂ થશે. આ ફિલ્મ આમ તો સિનેમા હોલ્સમાં જ રજૂ થવાની હતી અને એને પહેલી મેએ રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, મહામારીની કારણે એમાં વિલંબ થયો છે. એમાં વરુણ બેવડી ભૂમિકામાં છે.

ભૂમિ પેડનેકરની ‘દુર્ગાવતી’ની વાત કરીએ તો અક્ષયકુમાર દ્વારા એનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે ઓટીટી પર અગિયારમી ડિસેમ્બરે રજૂ થશે. આ હોરર ફિલ્મ વાસ્તવમાં દક્ષિણની ફિલ્મ ‘ભાગમતી’ની રિમેક છે. રાજકુમાર અને નુસરતની ‘છલાંગ’ ૧૩મી નવેમ્બરે રજૂ થશે. હંસલ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મૂળે આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here