કેટરિના કૈફની સુપરહીરો ફિલ્મના મુખ્ય પાત્ર માટે તડામાર તૈયારી

0
29

– ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના 2021થી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

થોડા દિવસો પહેલા સમાચાર હતા કે,કેટરિના કૈફ પોતાના ખાસ મિત્ર અલી અબ્બાસ ઝફરની એક ફિલ્મમાં કામ કરવાની છે.  આ ફિલ્મ સુપરહીરો પર આધારિત છે. જોકે અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મ બાબત વધુ જાણકારી આપી નથી. પરંતુ એટલું  નિશ્ચિત છે કે એને એક ફ્રેન્ચાઇઝી રીતે બનાવાની પ્લાનિંગ છે. ફિલ્મના સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખી અલી અબ્બાસે દુબઇમાં પોતાનું બેસ શિફ્ટ કર્યું છે, જ્યાં તે ઇન્ટરનેશનલ ટીમ સાથે મળીને આ ફિલ્મનું પ્લાનિંગ કરશે. 

ઝફરે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ પોતાની ટીમ સાથે દુબઇમાં થોડા દિવસો માટે શિફ્ટ થઇ રહ્યો છે. કેટરિનાએ આ ફિલ્મના પાત્રને યોગ્ય ન્યાય આપવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં શરૂ કરવાની યોજના છે. ત્યાં સુધીમા ંકેટરિના પોતાના બાકી રહેલા શૂટિંગ પુરા કરશે. 

અલી અબ્બાસે વધુમાં જણાવ્યું હતુ ંકે, કેટરિનાએ પોતાના ફિઝિક્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે આ ફિલ્મ ઉપરાંત પણ અન્ય ફિલ્મો સાઇન કરી છે, જેનું શૂટિંગ તે જાન્યુઆરી પહેલાં પુરા કરશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here