કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના પ્રવાસ બાદ અમદાવાદમાં પરિવાર સાથે દિવાળી મનાવશે

0
20
  • 11 નવેમ્બરે ખાસ હેલિકોપ્ટરથી કચ્છના ધોરડો ખાતે પહોંચશે અને રાત્રિ રોકાણ ત્યાં જ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કચ્છના પ્રવાસની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેઓ 12મી નવેમ્બરે કચ્છમાં બે કાર્યક્રોમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ અમદાવાદ આવશે અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરે તેવી શક્યતાઓ છે. કચ્છના પ્રવાસ દરમિયાન તેઓ બોર્ડર પર સ્થિત જવાનો સાથે સુરક્ષા વ્યવસ્થાની ચર્ચાઓ કરશે.

કચ્છમાં બે કાર્યક્રમોમાં હાજરી આપશે
કચ્છના પ્રવાસ બાદ અમિત શાહ અમદાવાદમાં તેમના પરિવાર સાથે દિવાળીનો તહેવાર મનાવશે તેવી શક્યતાઓ છે. તેઓ 11 નવેમ્બરે ખાસ હેલિકોપ્ટરથી ધોરડો આવશે અને રાતવાસો ધોરડો ખાતેની રણોત્સવની ટેન્ટસિટીમાં કરશે. 12મી નવેમ્બરના સવારથી જ તેઓ સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજનાના સ્ટોલની મુલાકાત લેશે, જ્યા કેટલીક યોજનાઓને ખુલ્લી મુકશે. સવારે 11થી 2 દરમિયાન કચ્છના 105 મળીને બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો તેમજ અધિકારીઓ સાથે બેઠક પણ યોજશે. અમિત શાહ તેમણે સંબોધન પણ કરશે. તેઓ દિવાળીના તહેવારમાં ધનતેરસ અને ચોપડાપૂજન દરમિયાન પુત્ર જયશાહની ઓફિસમાં હાજર રહી શકે છે.

છેલ્લે નવરાત્રીમાં અમિત શાહ અમદાવાદ આવ્યાં હતાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લે નવરાત્રીમાં અમદાવાદ આવ્યાં હતાં. તેમણે પોતાના વતન માણસા ખાતે નવરાત્રીમાં બહુચર માતાની પૂજા આરતી કરી હતી. તેઓ કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં લૉકડાઉનના 7 મહિના બાદ પોતાના વતન આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here