કેન્દ્ર સરકારે નેચરલ ગેસના ભાવ ઘટાડાયા વડોદરામાં પણ પીએનજી અને સીએનજીના ભાવ ઘટશે

0
39

– વડોદરામાં ગણતરી કરી નવા ભાવની બે-ત્રણ દિવસમાં જાહેરાત કરાશે 

કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં આશરે 24 ટકાનો ઘટાડો કર્યો હોવાથી ગેસ સપ્લાય કરતી કંપનીઓને પણ તેમના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડશે. વડોદરામાં સીએનજી અને પીએનજીના ગ્રાહકોને આનો ફાયદો થશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત સાહસની ગેસ કંપની દ્વારા ભાવ સંદર્ભે ગણતરી કરીને નવા ભાવની બે-ત્રણ દિવસમાં જાહેરાત કરાશે તેમ જાણવા મળ્યું છે. 

વડોદરામાં છેલ્લે એપ્રિલ મહિનામાં કુદરતી ગેસના ભાવમાં ઘટાડો કર્યો ત્યારે પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટે 1 રૂપિયાનો અને સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.25 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. વડોદરા કોર્પોરેશનની બનેલી ગેસ કંપનીના ડોમેસ્ટિક કનેક્શન આશરે 1,70,000 છે જ્યારે કોમર્શિયલ કનેક્શન આશરે 2,300 છે. 

સીએનજીના ત્રણ મધર સ્ટેશન સહિત કુલ 16 સ્ટેશન છે અને રોજ રિક્ષાઓ સહિત આશરે 1 લાખ વાહનો સીએનજીનો વપરાશ કરે છે. કુદરતી ગેસનો બેઝિક ભાવ છેલ્લે 2.39 ડોલર પ્રતિ મીલીયન બ્રિટિશ થર્મલ યુનિટનો હતો. જેમાં કેન્દ્ર સરકારે ઘટાડો કરીને ભાવ 1.79 ડોલર કયો છે. હાલ ડોમેસ્ટિક ગેસનો ભાવ ટેક્સ સાથે પ્રતિ યુનિટ રૂપિયા 27.50 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here