કેન્સર સામે લડી રહેલા સંજય દત્તની સામે આવી આ ચોંકાવનારી તસવીર, ઓળખી પણ નહી શકો થઇ ગયાં છે એવા હાલ

0
29

સોશિયલ મીડિયા સંજય દત્તની પર એક તસવીર અત્યંત વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા શારીરિક રીતે ખૂબ જ નબળો જોવા મળી રહ્યો છે. નવી વાયરલ થયેલી પોસ્ટ જોયા બાદ ફેન્સ તેની ઝડપી રિકવરીની શુભેચ્છા આપી રહ્યા છે. ઝડપથી સાજા થવાની મનોકામના સાથે એક યુઝરે લખ્યું છે કે ‘બાબા ખૂબ નબળા દેખાઈ રહ્યા છે. હું તેમની ઝડપથી રિકવરીની પ્રાપ્તિની આશા કરું છું.’

સંજય દત્તની આ તસવીર જોઇને ફેન્સ ચિંતિત

બીજા યુઝરે લખ્યું, ‘મને આશા છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે.’ તસવીરમાં સંજય દત્ત નબળો જોવા મળી રહ્યો છે. આ ફોટો હોસ્પિટલ સ્ટાફમાંથી કોઈએ ક્લિક કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે સંજયના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ તસવીરમાં તેનો લૂક એકદમ બદલાયેલો લાગે છે. ફેન્સ તેની રિકવરી માટેની પ્રાર્થના કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં સંજય દતે હળવા બ્લુ કલરના ટી-શર્ટ અને ડાર્ક બ્લુ કલરની જીન્સમાં જોવા મળી રહ્યો છે.

કેન્સરની સારવાર કરાવી રહ્યો છે સંજય દત્ત

સંજયની તબિયત હાલમાં ઠીક નથી. 11મી ઓગસ્ટે તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તે સારવાર માટે થોડો સમય રજા લઈ રહ્યો છે. જોકે, તેની સમસ્યા શું છે તે અંગે અભિનેતા અને તેના પરિવાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, કોમલ નહાટાએ તેના સ્વાસ્થ્ય અંગે કહ્યું હતું કે અભિનેતા ફેફસાના કેન્સરથી પીડિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here