કેપ્ટન કોર્નરની લાઈફ સ્ટોરી:પાયલટની નોકરી જતી રહી તો બની ગયા શેફ, પોતાના ડ્રેસના કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગયા; બિઝનેસે પણ વેગ પકડ્યો

  0
  46
  • અઝરીને કોરોનાકાળમાં તેમની ‘માલિન્ડો એરવેઝ’ ની નોકરી ગુમાવી દીધી
  • કંઈક ઈનોવેટિવ કરવા માટે તેમને કેપ્ટનનો ડ્રેસ પહેરીને સ્ટોલ ચલાવવાનો આઈડિયા આવ્યો

  મલેશિયાના સુબંગ જયા વિસ્તારમાં ‘કેપ્ટન કોર્નર’ નામની ચાટચટોરી શોપ ચર્ચામાં છે. આ શોપનું કારણ છે કે તેના માલિક અઝરીન મોહમ્મદ જાવવીનું એરોપ્લેનના કેપ્ટનની કાળી કેપ અને સફેદ ડ્રેસમાં દેખાય છે. તેઓ ખાણીપીણીની વસ્તુઓ બનાવવાની સાથે સર્વ પણ કરે છે.

  હકીકતમાં અઝરીને કોરોનાકાળમાં તેમની ‘માલિન્ડો એરવેઝ’ ની નોકરી ગુમાવી દીધી. આવી સ્થિતિમાં વિમાન ઉડાવનાર વ્યક્તિ બીજું કયું કામ કરી શકશે? તે વિચારીને 44 વર્ષીય અઝરીને ફૂડ સેલિંગ સ્ટોલ શરૂ કર્યો. કંઈક ઈનોવેટિવ કરવા માટે તેમણે પોતાના કેપ્ટનના ડ્રેસમાં જ સ્ટોલ ચલાવવાનું વિચાર્યું. તેમને ખબર નહોતી કે, આ આઈડિયા હિટ થઈ જશે અને તેઓ ઈન્ટરનેટ પર છવાઈ જશે.

  અઝરીન કહે છે, એરલાઈન્સે આ મહિને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. જો મને સેલેરી ન મળે તો હું શું કરું?

  કેપ્ટનનો ડ્રેસ પહેરીને નીકળે છે
  અઝરીન દરરોજ સવારે કેપ્ટનના રૂપમાં ડ્રેસઅપ કરીને નીકળે છે અને ફ્લાઈટ ઉડાવવાની જગ્યાએ પોતાના સ્ટોલ પર જાય છે. આ ખાસ ડ્રેસના કારણે બિઝનેસ ઘણો વધ્યો છે, તેમને જણાવ્યું કે, કેપ્ટનના આ ડ્રેસમાં તેમના ધંધાને ધારણા કરતા વધારે પ્રસિદ્ધિ મળી છે.

  પત્નીએ લાલ એપ્રિન પહેર્યું અને પતિ-પત્નીએ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. પહેલા એક તસવીર વાયરલ થઈ. ત્યારબાદ બીજી અન્ય તસીવર ડિશિશની સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરી. ત્યારબાદ કસ્ટમર વધવા લાગ્યા તે ઉપરાંત ઈન્ટરનેટ પર લોકોની પોઝિટિવ કમેન્ટ્સ આવવાની શરૂ થઈ.

  અઝરીન કહે છે કે કેટલાક પ્રોયગ કર્યા, જેમ કે, લક્સા, ફેમિલી રેસિપી તરીકે કરી નૂડલ્સ ડિશ ઉપરાંત મિક્સ ફ્રૂટ ડિશ રોજક બનાવી

  ફ્રૂટમાંથી રોજક બનાવ્યું
  અઝરીન કહે છે કે, એરલાઈન્સે આ મહિને કર્મચારીઓની સંખ્યા ઘટાડી દીધી છે. સેલેરી ન મળે તો હું શું કરું? તેથી રાજધાનીની બહાર ઉપનગર સુબંગ જયામાં મલેશિયન ફૂડ સેલિંગ બિઝનેસ શરૂ કર્યો. કેટલાક પ્રોયગ કર્યા, જેમ કે, લક્સા, ફેમિલી રેસિપી તરીકે કરી નૂડલ્સ ડિશ ઉપરાંત મિક્સ ફ્રૂટ ડિશ રોજક બનાવી.

  ઘણા લોકોએ કેપ્ટન કોર્નરને નૌટંકી કહે છે
  નેગેટિવ-પોઝિટિવ કમેન્ટ્સમાં ઘણા લોકોએ કેપ્ટન કોર્નર આઈડિયાને નૌટંકી કહે છે. સોશિયલ મીડિયા પર એક યુઝર્સે લખ્યું કે સહાનુભૂતિ મેળવવાનો સારો રસ્તો શોધી લીધો છે. તેમજ અન્ય એક યુઝરે ફૂડ સ્ટોલ ચલાવવા માટે આ રચનાત્મક રીતની પ્રશંસા કરી. અહીં, તેમના ગ્રાહકોનું કહેવું છે કે ખાસ વાતએ છે કે, ખાવાનું સારું હોવું જોઈએ. મેં અહીં બે વખત ખાધું, પછી મારી પત્નીને લઈને આવ્યો અને હવે મિત્રોને લઈને આવું છું.

  એક અન્ય યુઝરે સૌથી સારી કમેન્ટ કરી છે- પડકારને ગળે લગાડો અને ક્યારેય હાર ન માનવી. તે પણ વિમાન ઉડાવવા જેવું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here